શોધખોળ કરો
Nokiaએ ભારતમાં લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
1/6

નવી દિલ્હીઃ નોકિયા મોબાઈલ બનાવતી કંપની એચએમડી ગ્લોબલે ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ નોકિયા 5.1 પ્લસ અનો નોકિયા 6.1 પ્લસ લોન્ચ કર્યા છે. નોકિયા 6.1 પ્લસ 30 ઓગસ્ટથી ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. 21 ઓગસ્ટથી તેનું પ્રી બુકિંગ શરૂ થઈ જશે. ગ્રાહક nokia.com/phone અને ફ્લિપકાર્ટ પર તેનું પ્રી બુકિંગ કરાવી શકે છે. નોકિયા 6.1 પ્લાસની કિંમત 15,999 રૂપિયા હશે. જ્યારે નોકિયા 5.1 પ્લસ સપ્ટેમ્બરથી ભારતીય બજારમાં ઉપલબ્ધ થશે. તેની વૈશ્વિક કિંમત 199 યૂરો છે. ભારતમાં તેની કિંમતની જાહેરાત કરવામાં આવી નથી.
2/6

નોકિયા 6.1 પ્લસમાં તમામ સ્પેસિફિકેશન્સ નોકિયા એક્સ 6 જેવા જ છે. જેમાં 5.8 ફુલ એચડી+ (1080X2280 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 2.5ડી ગોરિલ્લા ગ્લાસ 3થી સજ્જ છે. ડિસ્પ્લે પર એક નોચ આપવામાં આવ્યો છે અને સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 636 પ્રોસેસર અને 4GB રેમ છે. ફોનમાં 64 GB ઈનબિલ્ટ સ્ટોરેજ અને માઈક્રોએસડી કાર્ડની મદદથી 400GB સુધી વધારી શકાય છે.
Published at : 22 Aug 2018 08:14 AM (IST)
View More





















