આ ફીચરને કંપનીએ પહેલા Android beta યૂઝર્સ માટે અપડેટ કર્યું હતું અને ઘણા ટેસ્ટિંગ બાદ હવે તેને તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી છે. અપડેટને પ્લે સ્ટોર દ્વારા રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે એટલે કે યૂઝર્સને પ્લે સ્ટોર પર જઈને એપને મેન્યુઅલી અપડેટ કરવી પડશે. આ ફીચર વર્જન 2.18.380 પર ઉપલબ્ધ છે. હાલમાં YouTube, Facebook, Instagram અને Streamable જેવા પ્લેટફોર્મના હોસ્ટેડ વીડિયો પીટુપી મોડમાં પ્લે કરી શકાશે.
2/3
આ ફીચર દ્વારા તમે વોટ્સએપમાં બહારથી કોઈ વીડિયો આવે છે તો તમે WhatsAppથી બહાર ગયા વગર ત્યાં જ તે વીડિયોને જોઈ શકશો. એટલે કે જો તમારી પાસે WhatsApp પર YouTubeની કોઈ લિંક આવે છે તો તમે તેને ત્યાં જ જોઈ શકશો.
3/3
નવી દિલ્હીઃ WhatsApp યૂઝર્સ માટે ખુશખબર છે. મેસેજિંગ એપ WhatsAppએ લેટેસ્ટ અપડેટમાં પોતાની એન્ડ્રોઈડ એપ માટે પીક્ચર-ટુ-પીક્ચર (પીઆઈપી) મોડ રજૂ કર્યું છે. એટલે કે એન્ડ્રોઈડ યૂઝર્સ હવે WhatsAppના આ શાનદાર ફીચરનો ઉપયોગ કરી શકશે. પીઆઈપી મોડ આ વર્ષની શરૂઆતમાં આઈઓએસમાં આવ્યું હતું. WhatsAppનું આ ફીચર બે મહિનાથી વધારે સમયથી બેટા મોડમાં છે. WhatsApp બેટા યૂઝર્સ માટે આ વર્ષે ઓક્ટોબરમાં તે રજૂ કરવામાં આવ્યું હતું.