નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પો કંપનીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટ Oppo R17 પ્રો લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં વોટર ડ્રોપ નૉચ સુવિધા આપવામાં આવી છે. જ્યારે ટ્રિપલ રિયર કેમેરાની ફેસિલિટી છે. ફોનનો સૌથી સ્માર્ટ ફીચર તેની સુપર VOOC ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી છે.
2/6
ફોનમાં 20 મેગાપિક્સલનો સેકન્ડરી કેમરા હશે તો તેજ 3D સ્ટીરિયો કેમેરા પણ જેનાથી 3D ફેસ અનલોક ટેકનોલોજીમાં ઉપયોગ કરવામાં આવે છે.
3/6
આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ઓરિયા 8.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. જેમાં પ્રોસેસર ક્વાલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જીબીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.
4/6
આ સ્માર્ટફોન 6.4 ઇંચનો એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે જે 1080x2340 પિક્સલ રેઝોલ્યૂશન સાથે આવશે. ફોન 91.5 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયો સાથે આવશે. આ પહેલો સ્માર્ટફોન હશે જે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 6 પ્રોટેક્શ સાથે આવશે.
5/6
કંપનીના બીજી હાઈલાઈટની વાત કરીએ તો ફોનમાં બે બેટરીની સુવિધા આપવામાં આવેશે જે 1850mAh હશે એટલે કે કુલ બેટરી 3700mAh ની હશે. આ સ્માર્ટફોન ઓક્ટોબરમાં ચીનમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
6/6
કિંમતની વાત કરીએ થો આ ફોનની કીંમત 44 હજાર રૂપિયા છે. ન્યૂ ઓપ્પો સ્માર્ટફોન કંપનીનો પ્રથમ એવો સ્માર્ટફોન હશે જે ટ્રિપલ કેમેરાની સાથે આવશે ત્યારે ફોનના બેક પેનલમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર હશે જે PDAF અને ડ્યુલ પિક્સલ સપોર્ટ સાથે આવશે.