શોધખોળ કરો
PUBGનું આવશે નવું મોબાઇલ અપડેટ, જાણો શું છે તેમાં ખાસ
1/3

નવી દિલ્હીઃ PUBG ના ચાહકો માટે સારા સમાચાર છે. કંપની દ્વારા નવા મોબાઇલ અપડેટ 0.10.5ની જાહેરાત ટ્વિટર હેન્ડલથી કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા લીક થયેલા ચેંજલોગમાં એ વાતનો ખુલાસો થયો હતો કે અપડેટની સાથે અનેક નવા ફીચર્સ સામેલ કરવામાં આવી શકે છે.
2/3

નવા અપડેટમાં ગેમમાં હવે ઝોમ્બી મોડ આવશે. આ માટે કેપકોમ રેસિડેન્ટ એવિલ 2 અને ટેનસેંટ ગેમ્સ સાથે ભાગીદારી કરવામાં આવી છે. ઝોમ્બી મોડમાં પણ પહેલા ન જોવા મળ્યો હોય તેવો અલગ પ્રકારનો બદલાવ કરવામાં આવશે. અનેક ખેલાડી પહલા જ Erangel મેપમાં ઝોમ્બી મોડ અને લાશોને જોઈ ચુક્યા છે.
3/3

અપડેટમાં સ્કાર એલ અસોલ્ટ રાઇફલને MK47ના સાથે રિપ્લેસ કરવામાં આવશે. જેમાં નવો ડેથ કેમ મોડ પણ આવશે. તેનાથી યૂઝર્સને કાઉન્ટર સ્ટ્રાઇક અને બીજા FPS ગેમ જેવા અનુભવ મળશે. ઉપરાંત અપડેટની સાથે નવો મેપ પણ આશે. અનેક યૂઝર્સનું કહેવું છે કે અસોલ્ટ રાઇફલને SMGsની તુલનાએ શોધવી ઘણી મુશ્કેલ છે.
Published at : 16 Jan 2019 08:50 AM (IST)
View More
Advertisement





















