Redmi Note 6 Pro ની કિંમતની વાત કરીએ તો 4 GB RAM વેરિઅન્ટની કિંમત 13999 રૂપિયા છે જ્યારે 6 GB RAM વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા રાખવામાં આવી છે.
2/7
નવી દિલ્હી: શાઓમીએ ભારતમાં પોતાના સ્માર્ટફોન રેડમી નોટ 5 Pro નું અપગ્રેડેટ વેરિએન્ટ Redmi Note 6 Pro લોન્ચ કરી દીધો છે. કંપનીએ Redmi Note 6 Pro લોન્ચ કરી દીધો છે. કંપનીએ આજે Redmi Note 6 Pro ને દિલ્હીમાં એક ઇવેન્ટમાં લોન્ચ કર્યો છે. રેડમી નોટ 6 પ્રો સ્માર્ટફોનનો પ્રથમ ફ્લેશ સેલ 23 નવેમ્બરે ફ્લિપકાર્ટ પર થશે.
3/7
શાઓમીની રેડમી નોટ સીરિઝના સ્માર્ટફોન સારા કેમેરા, સારું પરફોર્મન્સ અને લાંબી બેટરી લાઇફ અને વેલ્યૂ ફોર મની માટે પોપ્યુલર છે. Redmi Note 6 Pro ને 4 GB RAM + 64 GB અને 6 GB RAM + 64 GB સ્ટોરેજ એમ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
4/7
Redmi Note 6 Pro ની કિંમતની વાત કરીએ તો 4 GB RAM વેરિઅન્ટની કિંમત 13999 રૂપિયા છે જ્યારે 6 GB RAM વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા રાખવામાં આવી છે.
5/7
બેટરી લાઈફ 4000mAh આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં ક્વીક ચાર્જ 3.0 સપોર્ટની સુવિધા પણ આપી છે. આ સ્માર્ટફોન બ્લેક, રોઝ ગોલ્ડ, રેડ, બ્લૂ કલર્સમાં ખરીદી શકાશે.
6/7
ક્વૉલકોમ સ્નેપડ્રેડન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે રેડમી નોટ 5 પ્રોની સરખામણીએ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એન્ડ્રોઇડ 8.1 ઓરિયો આપવામાં આવ્યું છે.
7/7
ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં કંપનીએ ફ્રન્ટ અને બેક બન્ને બાજુ ડ્યૂઅલ કેમેરાની સુવિધા આપી છે. 6.26 ઇંચની ફુલ એચડી નૉચવાળી ડિસ્પ્લે, 4/6 GB RAM અને 64 GB સ્ટોરેજ જને 256 જીબી સુધી એક્સપાન્ડેબલ કરી શકાય છે. ક્વૉલકોમ સ્નેપડ્રેડન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે રેડમી નોટ 5 પ્રોની સરખામણીએ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એન્ડ્રોઇડ 8.1 ઓરિયો આપવામાં આવ્યું છે.