બુકિંગમાં તમારે તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી નાખવાનું રહેશે. ત્યારબાદ જે એડ્રેસ ઉપર ફોનની ડિલીવરી કરાવવા ઇચ્છતા હો તેની પ્રોસેસ પુરી કરવાની રહેશે. આ પ્રોસેસ બાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. નેટબેકિંગ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. ફોન બુકિંગ કરાવ્યા પછી તમારે તમારા રજિસ્ટર્ડ નંબર કે ઇમેઇલ આઇડી ઉપર કન્ફોર્મેશનનું નોટિફિકેશન મળશે.
2/3
જો JioPhone 2ને ખરીદવા માંગો છો તો તમે આ ફોનને jio.com ઉપર ચાલુ થનારા ફ્લેશ સેલમાંથી લઇ શકો છો. આ માટે jio.com વેબસાઇટ ખોલીને સૌથી પહેલા JioPhone 2ના ફ્લેશ સેલનો ઓપ્શન આવશે. જેમાં તમારે ફ્લેશ સેલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્ક્રીન ઉપર buy nowનો વિકલ્પ આવશે. જેના ઉપર ક્લિક કરવાની સાથે જ તમને પિનકોડ નાખીને હોમ ડિલીવરી ઉપલબ્ધતા વિશે જાણી શકો છો.
3/3
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ જિઓ ફોન 2 સેલની આગામી તારીખની જાહેરાત કરી દીધી છે. 6 સપ્ટેમ્બરે ફોનનું ત્રીજું સેલ થશે. તમને જણાવીએ કે, આ ફોનનું પ્રથમ સેલ અને બીજા સેલની વચ્ચે 15 દિવસથી વધારેનો સમય હતો, પરંતુ ત્રીજા સેલ અને બીજા સેલની વચ્ચે માત્ર સપ્તાહનો જ સમય રાખ્યો છે.