નવી દિલ્હી: ટીવીએસ મોટર કંપનીએ માર્કેટમાં પોતાની નવી 110CCની બાઈક ‘Radeon' લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવી રેડિયનને શાનદાર લુક અને સ્ટાઈલ સાથે રજૂ કરી છે. તેનાથી શહેરી વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ કરવાનું લક્ષ્ય છે.
2/6
આ નવી બાઈકમાં અનેક પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બાઈકમાં ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ સામેલ છે. તેની સાથે બાઈકમાં સ્માર્ટ કનેક્ટ ફીચર્સ સાથે સ્પોર્ટિંગ ફીચર્સ જેવા ડેડિકેટ એપ અને સેટેલાઈટ નેવિગેશન પણ સામેલ કરવામાં આવ્યા છે. બાઈકમાં 10 લીટરની ફ્યૂલ ટેંન્ક આપવામાં આવી છે.
3/6
માઈલેજની વાત કરીએ તો આ બાઈકનું માઈલેજ 69.3 કિ.મી/લિટર કંપનીનો દાવો છે. ટીવીએસ કંપનીનો દાવો છે કે આ બાઈકમાં એકવાર ફુલ ટેન્ક કરાવ્યા બાદ 690 કિલોમીટર દોડી શકે છે.
4/6
આ બાઈકનો મુકાબલો બજારામાં 100-100cc સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો અને હોન્ડા મોટરસાઈક એન્ડ સ્કૂટર્સ ઈન્ડિયાની બાઈક્સ સાથે થશે.
5/6
નવી ટીવીએસ રેડિયનમાં 109.7 CCનું એન્જીન આપવામાં આવ્યું છે. જે 7000 rpm પર 8.2 bhp ની પાવર અને 5000 rpm પર 8.7 Nm નું પીક ટોર્ક જનરેટ કરે છે.
6/6
TVSએ નવી બાઈક રેડિયનની એક્સ શો રૂમ કીંમત 48,400 રૂપિયા રાખી છે. આ બાઈકની ડિલીવરી આવતા મહીનામાંથી શરૂ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે રેડિયનની 2 લાખ યૂનિટ વેચવાનો લક્ષ્યાંક છે.