ઉલ્લેખનીય છે કે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એવા ફિચર્સ છે અને ત્યાં પણ કૉમેન્ટ્સમાં યૂઝરની પ્રૉફાઇલ ફોટો પર ગ્રીન ડૉટ દ્વારા બતાવવામાં આવશે કે યૂઝર ઓનલાઇન છે કે નહીં. કૉમેન્ટમાં રિપ્લાય કરવાનું ફિચર પણ ફેસબુક પર પહેલાથી અવેલેબલ છે.
2/6
સારા હૈદરે ટ્વીટર પર કહ્યું છે કે, ‘પ્રેઝન્સ એક સ્ટેટસ ઇન્ડિકેટર છે અને હાલ આ તમારા પ્રૉફાઇલ ફોટા પર ગ્રીન ડૉટ તરીકે રહેશે જેનો અર્થ તમે ઓનલાઇન છો.’
3/6
ટ્વીટરના સીઇઓ જેક ડોર્સીએ ટ્વીટમાં કહ્યું છે ‘ટ્વીટરના બે નવા ફિચર્સ – પ્રેઝન્સ (ટ્વીટર પર હાલમાં કોણ છે) અને થ્રેડિંગ (કન્વર્ઝેશનને વાંચવામાં આસાની)’ જોકે, અત્યારે એ કન્ફોર્મ નથી કે આ ફિચર ક્યારથી શરૂ થશે, પણ ટુંકસમયમાં આવી જશે.
4/6
આ ટ્વીટ બાદ ટ્વીટર પર યૂઝર્સના ફિડબેક પણ આવ્યા છે, જેમાં કેટલા લોકો આ વાતને લઇને પરેશાન થયા છે કે હવે ટ્વીટર પર પણ ઓનલાઇન હોવાની વાત બીજાને મળી જશે. આ માટે યૂઝર્સે એવા ફિચરની માંગ કરી છે કે જેમાં આ ઓનલાઇન ઇન્ડિકેટર બંધ કરવામાં આવી શકે.
5/6
ટ્વીટર સીઇઓ જેક ડોર્સીએ ટ્વીટરની પ્રૉડક્ટ મેનેજર સારા હૈદરનું ટ્વીટ શેર કર્યું છે, આ ટ્વીટમાં બે નવા ફિચર જોઇ શકાય છે. કેટલાક સ્ક્રીનશૉટ છે જેને જોઇને અંદાજો લગાવી શકાય છે કે કંપની ટ્વીટ પર કરાયેલા રિપ્લાયમાં કૉમેન્ટ ઓપ્શન આપવામાં આવશે.
6/6
નવી દિલ્હીઃ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટર હવે ટુંકસમયમાં હવે નવું અપડેટ લાવવા જઇ રહ્યું છે, એટલે કે હવે ટ્વીટર પર પણ જાણી શકાશે કે કોણ ઓનલાઇન છે. હાલમાં આ ફિચર માટે ટેસ્ટિંગ શરૂ થઇ ગયું છે, જોકે, આ ફિચર સીધેસીધુ નહીં બતાવે કે તમે ઓનલાઇન છો.