તાજેતરમાં જ વૉટ્સએપે એક નવું અપડેટ રિલીઝ કર્યુ છે જેમાં નોટિફિેકેશન પેનલથીજ મીડિયા ફાઇલ્સ જોવાનો ઓપ્શન મળી રહ્યો છે. આ પહેલા કોઇપણ મીડિયા ફાઇલ્સ જેવા કે ફોટાની જગ્યાએ નૉટિફિકેશનમાં કેમેરાનુ આઇકૉન દેખાતુ હતું.
2/5
રિપોર્ટ્સ અનુસાર કંપની ડાર્ક મૉડ પર કામ કરી રહી છે અને ટુંકસમયમાં આનું અપડેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટ્વીટર અને યુટ્યૂબમાં પણ ડાર્ક મૉડ પહેલાથી આપવામાં આવ્યો છે.
3/5
વૉટ્સએપે ગૂગલ પ્લે સ્ટૉર પર તાજેતરમાં જ બીટા પ્રૉગ્રામ અંતર્ગત વર્ઝન 2.18.282 સબ્મિટ કર્યુ છે જેમાં સ્વાઇપ ટૂ રિપ્લાય ફિચર આપવામાં આવ્યુ છે.
4/5
રિપોર્ટ્સ અનુસાર વૉટ્સએપ નવા અપડેટ પર કામ કરી રહ્યુ છે જે અંતર્ગત સ્વાઇપ ટૂ રિપ્લાયનું ફિચર આપવામાં આવશે. આ ફિચર iOS યૂઝર્સને પહેલાથી આપવામાં આવ્યું છે, પણ એન્ડ્રોઇડમાં નથી. સ્વાઇપ ટૂ મેસેજ અંતર્ગત યૂઝર રાઇટ સ્વાઇપ કરીને મેસેજનો રિપ્લાય આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા વેબસાઇટ ફેસબુકે મેસેન્જર માટે પણ કાર્ડ મૉડની જાહેરાત કરી હતી, જોકે હજુ સુધી યૂઝર્સને આમાં ડાર્ક મૉડ નથી મળ્યું.
5/5
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં કેટલાક નવા ફિચર્સ આવવાના છે. આમાં એક ડાર્ક મૉડ છે જેની માંગ ખુબ પહેલાથી કરાઇ રહી છે.