શોધખોળ કરો
શાઓમીએ ભારતીય બજારમાં લોન્ચ કર્યો Mi A2 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત
1/5

શાઓમી Mi A2માં એન્ડ્રોઈડ 8.1 ઓરિયો OS છે. સ્માર્ટફોન ડ્યૂઅલ સિમ કનેક્ટિવિટી સપોર્ટ કરે છે ઉપરાંત રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ અનલોક, 3.5 એમએમ ઓડિયો જેક તથા યૂએસબી ટાઈપ-સી જેવા કનેક્ટિવિટી ફીચર્સ છે. ફોનમાં 3010 એમએએચ બેટરી છે. ઉપરાંત તેમાં ડ્યૂઅલ 4જી VoLTE, GPS, ગ્લોનાસ બ્લૂટૂથ 5, અને વાઈ-ફાઈ 802.11 જેવા ફીચર્સ આપેલા છે.
2/5

નવી દિલ્હીઃ ભારતમાં વિતેલા વર્ષે સૌથી વધારે સ્માર્ટપોન વેચનારી કંપની શાઓમીએ પોતાનો નવો સ્માર્ટફોન Mi A2 લોન્ચ કર્યો છે. એન્ડ્રોઈડ વન આધારિત આ સ્માર્ટફોનમાં કંપનીએ ડ્યુઅલ રિયર કેમેરા, 20 એમપીનો ફ્રન્ટ કેમેરા અને 6 જીબી રેમની સાથે રજૂ કર્યો છે. કંપનીએ હાલ આ ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે રજૂ કર્યો છે.
Published at : 09 Aug 2018 10:56 AM (IST)
View More





















