Xiaomi Mi Men’s Sports Shoes 2ની કિંમત ભારતમાં 2,999 રૂપિયા રાખવામાં આવી છે, જો કે શરૂઆતમાં જે ગ્રાહકો હશે તેને 500 રૂપિયાની છૂટ સાથે 2,499 રૂપિયામાં સેલ કરવામાં આવશે. આ સ્માર્ટશૂઝ 6 ફેબ્રુઆરી 2019થી ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ પર મળશે. ભારતમાં 15 માર્ચથી તે ખરીદી શકાશે.
2/4
Xiaomiના આ નવા સ્પોર્ટસ શૂને બ્રિદેબલ અને વોશેબલ મેશ ફેબ્રીકથી તૈયાર કરવામાં આવ્યા છે. આ કારણે શૂને સરળતાથી ધોઈ શકાય છે. આ શૂઝની ડિઝાઈન એ રીતે તૈયાર કરવામાં આવી છે જેનાથી વધારે ગ્રીપ મળશે. આ શૂ બ્લેક, ડાર્ક અને બ્લુ કલર ઓપ્શન સાથે ગ્રાહકોને મળશે.
3/4
Mi Men’s Sports Shoes 2ને 5 ઈન 1 યૂનિ મોલ્ડીંગ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે. આ અલગ અલગ મટીરિયલથી બન્યા છે. એટલે શોક-એબ્જોબેંટ, ડ્યુરેબલ અને સ્લીપ સેસીસ્ટન્ટ તેમજ 10 ફિશબોન સ્ટ્રક્ચર એક્સિડેન્ટલ સ્પ્રેન વિરૂદ્ધ સપોર્ટ કરી આરામદાયક રહે છે.
4/4
નવી દિલ્હીઃ ચીનની મોબાઈલ નિર્માતા કંપની Xiaomiએ ભારતીય બજારમાં પોતાની નવી પ્રોડક્ટ Mi Men's Sports Shoes 2ને લોન્ચ કર્યા છે. આ પ્રોડક્ટ સૌથી પહેલા કંપનીના ક્રાઉન્ડફન્ડિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.