શોધખોળ કરો
10 GB રેમ સાથે Xiaomi Mi Mix 3 લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
1/4

ફ્રંટ કેમેરાની વાત કરવામાં આવે તો 24 મેગાપિક્સલ અને એક 2 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રંટ કેમેરામાં પણ AI ફીચર્સ છે. આ સ્માર્ટફોનમાં એક ફિંગરપ્રિન્ટ સેંસર પણ આપવામાં આવ્યું છે અને તેની બેટરી 10Wની છે. કનેક્ટિવિટીની રીતે જોવામાં આવે તો 4G VoLTE, WiFi 802.11ac ડ્યૂઅલ-બૈંડ (4×4 MU-MIMO ), બ્લૂટૂથ *v5.0*, GPS, NFC, અને USB ટાઈપ-C સપોર્ટ આપવામાં આવ્યું છે.
2/4

ડ્યૂઅલ સિમ સપોર્ટ વાળો Xiaomi Mi Mix 3 એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ MIUI 10 પર ચાલે છે અને એમાં 19.5:9 રેશ્યો સાથે 6.4 ઈંચની ફૂલ ડિસપ્લે પ્લસ ઓલેડ ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 10 GB રેમ અને Adreno 630 GPU સાથે સ્નૈપડ્રૈગન પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરવામાં આવે તો ફ્રંટ અને રિયર બંને જગ્યાએ ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. રિયરમાં બે 12 મેગાપિક્સલના કેમેરા છે. પાછળના કેમેરાના ફીચર્સની વાત કરવામાં આવે તો ડ્યૂઅલ LED ફ્લેશ, OIS, ઓપ્ટિકલ ઝૂમ, AI બેકગ્રાઉન્ડ ઝૂમ, AIના ફીચર્સ આપવામાં આવ્યા છે. 960fps સ્લો મોશન, AI સીન ડિટેક્શન, AI બોકે અને AI સ્ટૂડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Published at : 25 Oct 2018 04:29 PM (IST)
View More




















