10 જીબી રેમ અને 5જી નેટવર્ક કનેક્ટિવીટી ઉપરાંત, ટીઝર પોસ્ટથી એ પણ જાણવા મળે છે કે, આવનારા એમઆઈ મેક્સ 3માં સ્લાઈડર કેમેરા પણ આપવામાં આવી શકે છે. જોકે, શાઓમીની પહેલા વીવો અને ઓપ્પો સ્લાઈડર કેમેરાવાળા હેન્ડસેટ લોન્ચ કરી ચૂક્યા છે.
2/3
GSMArenaના એક અહેવાલ અનુસાર 5જી સપોર્ટ અંગે શાઓમીને સ્પેનમાં પુષ્ટિ કરી હીત. કંપનીએ એક વીબો પોસ્ટમાં 10 જીબી રેમની પુષ્ટિ કરનારું ટીઝર રજૂ કર્યું હતું. કંપની નવા ફોનને ભવિષ્યનો સ્માર્ટફોન તરીકે રજૂ કરવા માગે છે. 2019માં વિશ્વના કેટલાક ભાગોમાં 5જી નેટવર્ક રોલઆઉટ કરાશે તેવો આશાવાદ છે.
3/3
નવી દિલ્હીઃ Xiaomiએ પોતાનો આગામી ફ્લેગશિપ સ્માર્ટપોન શાઓમી Mi Mix 3 વિશે નવી જાણકારીનો ખુલાસો કર્યો છે. ફોનમાં 5જી સપોર્ટ અને 10 જીબી રેમ હોવાનું જાણવા મળ્યું છે. કંપનીએ એક ટીઝરમાં લાલ રંગની બે હેન્ડબુકથી પીળા રંગ પર '5G' અને '10G' લખેલ આ બન્ને સ્પેસિફિકેશન્સની જાણકારી આપી. તેનો મતલબ એ છે કે શાઓમી 5જી કનેક્ટિવિટી સપોર્ટવાળા હેન્ડસેટને લોન્ચ કરનારી પ્રથમ કંપની બની જશે. ઉપરાંત કંપની દ્વારા 10 જીબી રેમની સાથે આવનારો પણ આ પ્રથમ ફોન હશે.