શોધખોળ કરો
WhatsApp: ફક્ત પાંચ દિવસ બાકી, પછી આ સ્માર્ટફોન પર વોટ્સએપ વાપરી શકાશે નહીં
WhatsApp વર્ષ 2025થી જૂના એન્ડ્રોઇડ ફોન માટે સપોર્ટ બંધ કરશે. 1 જાન્યુઆરી, 2025થી Android KitKat અથવા તેથી વધુ જૂના વર્ઝન ધરાવતા Android ફોન્સ પર WhatsApp કામ કરશે નહીં.

પ્રતિકાત્મક તસવીર
1/6

WhatsApp વર્ષ 2025થી જૂના એન્ડ્રોઇડ ફોન માટે સપોર્ટ બંધ કરશે. 1 જાન્યુઆરી, 2025થી Android KitKat અથવા તેથી વધુ જૂના વર્ઝન ધરાવતા Android ફોન્સ પર WhatsApp કામ કરશે નહીં. વાસ્તવમાં WhatsAppએ આ જૂના એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે જૂના ફોનમાં ઇન્સ્ટોલ કરેલ હાર્ડવેર એપના નવા ફીચર્સને સપોર્ટ કરી શકશે નહીં.
2/6

વર્ષ 2024ની શરૂઆતમાં કંપનીએ Meta AI માટે સપોર્ટ એડ કર્યો હતો અને બાદમાં તેને અપગ્રેડ પણ કર્યો હતો.
3/6

વોટ્સએપના નવા નિયમો અનુસાર ઘણા જૂના એન્ડ્રોઈડ ફોન પર વોટ્સએપનો ઉપયોગ કરી શકાતો નથી. તેમાં Samsung Galaxy S3, Samsung Galaxy Note 2, Samsung Galaxy S4 Mini, Motorola Moto G (1st જનરેશન), Motorola Razr HD, Moto E 2014, HTC One G, LG Nexus 4, LG G2 Mini, LG L90, Sony Xperia Z, Sony Xperia SP, Sony Xperia T અને Sony Xperia V જેવા ઘણા ફોન સામેલ છે.
4/6

અગાઉ WhatsAppએ જાહેરાત કરી હતી કે તે iOS 15.1 અથવા તેથી વધુ જૂના વર્ઝન પર ચાલતા iPhones માટે સપોર્ટ બંધ કરશે.
5/6

આનો અર્થ એ છે કે iPhone 5s, iPhone 6 અને iPhone 6 Plus માટે WhatsApp સપોર્ટ આપમેળે સમાપ્ત થઈ જશે.
6/6

નોંધનીય બાબત એ છે કે iPhone યુઝર્સ પાસે 5 મે, 2025 સુધીનો સમય છે કે તેઓ નવું ડિવાઇસ ખરીદી શકે છે અથવા તેને એક્સચેન્જ કરી શકે.
Published at : 26 Dec 2024 11:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
