4,070mAhની બેટરીની સાથે આવનાર આ ડિવાઈસમાં ક્વિક ચાર્જ 3.0 આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટીની વાત કરીએતો આ ફોનમાં યૂએસબી ટાઈપ-C પોર્ટ, ડ્યુઅલ સિમ, 4G LTE VoLTE, બ્લૂટૂથ, NFC જેવા ફીચર આવામાં આવ્યા છે. ઉપરાંત આ સ્માર્ટફોન 4G+ સપોર્ટિવ હશે જે 600Mbpsની સ્પીડ આપે છે.
2/7
સ્માર્ટફોનમાં શાનદાર કેમેરા આપવામાં આવ્યો છે. તેનો રિયર કેમેરા 22.6 મેગાપિક્સલ છે. તેમાં ઈલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબલાઈઝેશન (EIS) આપવામાં આવ્યું છે. જે આ પહેલા ગૂગલના પિક્સલ ડિવાઈસમાં જોવા મળતું હતું. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે.
3/7
પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં 2.35GHz ક્વાલકોમ સ્નેપડ્રેગન 821 ચિપસેટ છે જે ક્વાલકોમની સૌથી લેટેસ્ટ ચિપ છે. આ ફોનમાં બે વેરિઅન્ટ 6 જીબી અને 4 જીબી સાથે આવે છે.
4/7
તેના ફીચર્સની વાત કરીએ તો Mi Note 2માં 5.7 ઇંચનું ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080x1920 પિક્સલ છે. તેની ડિસ્પ્લે OLED કર્વ્ડ અને ગોરિલ્લા પ્રોટેક્શનની સાથે આવે છે.
5/7
શ્યાઓમી Mi Note 2ના બે વેરિઅન્ટ બજારમાં ઉતારવામાં આવ્યા છે. તેમાં 4 જીબી રેમ+64 જીબીની સ્ટોરેજની કિંમત 2799 યુઆન (અંદાજે 28 હજાર રૂપિયા) અને 6 જીબી રેમ+128 જીબી વેરિઅન્ટની કિંમત 3499 યુઆન (35 હજાર રૂપિયા અંદાજે) રાખવામાં આવી છે.
6/7
આ ફોનની સૌથી મોટી ખાસિયત છે તેની ડ્યુઅલ કર્વ્ડ એજ અને ફ્રન્ટ-બેક સાઇડની 3D ગ્લાસ ડિઝાઈન જે તેને હાઈ-એન્ડ સ્માર્ટફોનની કેટેગરીનો બનાવે છે. આવા ફીચર સેમસંગના હાલમાં જ રીલિઝ થયેલ S7 અને S7 એજમાં જોવા મળે છે.
7/7
શ્યાઓમીએ છેલ્લા એક મહિનાથી જેની ચર્ચા ચાલી રહી હતી તે પોતાનો ફ્લેગશિપ Mi Note 2 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને બીજિંગની એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો. આ નવો સ્માર્ટફોન 2015માં જાન્યુઆરીમાં લોન્ચ થનારો Mi Noteનો સક્સેસર છે.