શોધખોળ કરો
ડાર્કવેબ પર સાવ નજીવી કિંમતે વેચાઈ રહ્યો છે ચોરી થયેલો તમારે ફેસબુક ડેટા
1/3

નવી દિલ્હીઃ ફેસબુક યૂઝર્સનો ડેટા અસુરક્ષિત છે, તેનો અંદાજ તમને છેલ્લા થોડા મહિનાથી લાગી ગયો હતો. ફેસબુકે એડ માટે થર્ડ પાર્ટી કંપનીઓને તમારો ડેટા તો વેચી રહી હતી. કંપનીએ વિતેલા સપ્તાહે એ વાતનો પણ ખુલાસો કર્યો કે 5 કરોડ ફેસબુક યૂઝર્સના ખાતા હેક થયા છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે ચોરી થયેલ ફેસબુક એકાઉન્ટ એટલે કે ફેસબુક એકાઉન્ટનો ડેટા ટાર્કવેબ પર વેચાઈ રહ્યો છે.
2/3

મીડિયા અહેવાલ અનુસાર, ડાર્કવેબ પર આપના ચોરી થયેલા ફેસબુક અકાઉન્ટ અને તેનાં ડેટાનો ભાવ 3થી 12 ડોલરની વચ્ચે છે એટલે કે 219થી 880 રૂપિયા સુધી હોય છે. ડાર્કવેબમાં બજારમાં ડ્રીમ માર્કેટ જેવી વેબસાઇટ પર આ અકાઉન્ટ વેચાઇ રહ્યાં છે. અહીં ફેસબુક યૂઝર્સનો ડેટા એટલાં ઓછા ભાવે ઉપલબ્ધ છે.
Published at : 05 Oct 2018 08:13 AM (IST)
View More





















