દિપક બાબરિયાએ રોજગાર કચેરી બેરોજગારોને કોલલેટર મોકલીને રોજગારી મળી ગઇ હોય તેવો ખોટો રેકોર્ડ ઉભો કરે છે અને સરકાર તેની વાહવાહી કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં કોંગ્રેસ બેરોજગાર નીતિ જાહેર કરી બેરોજગારોને કેટલું ભથ્થું આપવું એ સહિતની વિગત જાહેર કરાશે.
2/6
શંકરસિંહે કહ્યું કે ગુજરાતના યુવાનોના હિતને જાળવવા હાઇકોર્ટમાં રાજય સરકાર સામે જીતેલા ફિક્સ પગારદારો સામે ગુજરાતની ભાજપ સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે તે પરત લેવી જોઇએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ સત્તા પર આવશે તો ફિકસ પગાર, કોન્ટ્રાકટ પ્રથા, આઉટ સોર્સિંગના નામે આર્થિક શોષણની પધ્ધતિને નાબૂદ કરશે.
3/6
સોલંકી અને વાઘેલા બંનેએ કોંગ્રેસી કાર્યકરોને સંબોધતાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ફિકસ પગારદારોને પૂરો પગાર આપવામાં આવશે. કોંગ્રેસની સરકાર આવશે તો 60 લાખ બેરોજગારોને બેકારી ભથ્થું આપવામાં આવશે તેવી પણ હૈયાધારણા બંનેએ આપી હતી.
4/6
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર કરકસરના બહાના હેઠળ ફિક્સ પગારના નામે મોટા ભાગના કામનું આઉટસોર્સીગ કરીને ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરે છે, બીજીબાજુ આઉટ સોર્સીગના કોન્ટ્રાકટ મળતીયાઓને આપીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા લૂંટાઈ રહ્યા છે.
5/6
તેમણે કહ્યું કે કાયદાકીય રીતે રાજય સરકાર સામે જીતી ગયા પછી પણ સરકારે રાજરમત કરીને 'સમાન કામ સમાન વેતન' ન આપીને ફિક્સ પગારદારોને ભારે અન્યાય કર્યો છે. ભૂતપૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાકટ પ્રથામાં રૂ. 10 હજારનો પગાર ઉધારીને ચાર હજાર પગાર અપાય છે.
6/6
ગાંધીનગર: ગુજરાત સરકારના ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓના ટેકામાં કોંગ્રેસ દ્વારા સોમવારથી અમદાવાદ કલેક્ટર કચેરી સામે બે દિવસના પ્રતિક ધરણા શરૂ કરાયાં છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ફિક્સ પગારદારો માટે બહુ મોટી જાહેરાત કરી હતી.