સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં વિરોધ પક્ષના નેતાની માંગણી પ્રમાણે સત્ર બોલાવવાની જરૂર ન હોવાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે બંધારણીય જોગવાઇ પ્રમાણે સપ્ટેમ્બર 18 પહેલા વિધાનસભાનું સત્ર મળશે અને તે વખતે વિપક્ષ પોતાના મુદ્દાઓ ઉઠાવી શકે છે પણ અત્યારે સત્ર બોલાવવાની કોઇ જરૂરિયાત દેખાતી નથી.
2/4
પત્રમાં તેમણે પાટીદાર આંદોલનની માંગણીઓ, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, ટેકાના ભાવ, ફી નિયમન કાયદા સહિતના વિવિધ 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરી પ્રજાના હિત માટે સત્ર બોલાવવા માંગ કરી હતી. જો કે સરકારે તે જ વખતે આ માંગ ફગાવી દીધી હતી. પરંતુ તેનો સત્તાવાર લેખિત જવાબ સરકારે 27 જૂને આપ્યો છે.
3/4
સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં વિરોધ પક્ષના નેતાની માંગણી પ્રમાણે સત્ર બોલાવવાની જરૂર ન હોવાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે બંધારણીય જોગવાઇ પ્રમાણે સપ્ટેમ્બર 18 પહેલા વિધાનસભાનું સત્ર મળશે અને તે વખતે વિપક્ષ પોતાના મુદ્દાઓ ઉઠાવી શકે છે પણ અત્યારે સત્ર બોલાવવાની કોઇ જરૂરિયાત દેખાતી નથી.
4/4
ગાંધીનગર: વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રનો જવાબ સરકારે લગભગ 1 મહિના બાદ જવાબ આપ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગત 1 લી જૂને પત્ર લખી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી હતી.