ગાંધીનગરઃ ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડા, ઐશ્વર્યા મજમૂદાર, સૌરભ રાજ્યગુરૂ સહિતના કલાકારો ભાજપમાં જોડાયા હતા. કમલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ સદસ્ય અભિયાન હેઠળ આજે તેઓ ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે ગઇકાલે ગુજરાતી સિંગર કિંજલ દવે ભાજપમાં જોડાઇ હતી.
દરમિયાન ગુજરાતી કલાકારોને ભાજપમાં આવકારતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2019 અંતર્ગત જુદા જુદા સભ્યોને જોડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં જ્યારે વડાપ્રધાન તરીકે એક ગુજરાતી હોય,ભાજપના રાષ્ટીય અધ્યક્ષ તરીકે એક ગુજરાતી હોય ત્યારે જુદા જુદા ક્ષેત્રમાં ગુજરાત નિષ્ણાંતના લોકો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે.