અરજદારોનો ભારે ધસારો રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પોતાના કામકાજના કલાકોમાં ફેરફાર કરવો પડ્યો છે. સોમ અને મંગળવારે વહીવટી કામકાજ થઇ નહીં શકતા તેઓ બપોરે 3 વાગ્યા સુધી બંગલે રહીને વહીવટી કામકાજ અને બેઠકો બોલાવે છે અને 3 વાગ્યા પછીનો સમય મુલાકાતીઓ માટે અનામત રાખે છે. પરંતુ મુલાકાતીઓની સંખ્યા એટલી હોય છે કે રાત્રે 11.30 કલાક સુધી રજૂઆતો ચાલે છે. વિજય રૂપાણીએ સત્તા સંભાળી ત્યારબાદ લોકોને પોતાના પ્રશ્નો સંદર્ભે છેક સચિવાલય સુધી આવવું પડે તેવી વ્યવસ્થા ગોઠવવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. લોકોના પ્રશ્નોનો ગ્રામ્ય, તાલુકા અને જિલ્લાકક્ષાએથી ઉકેલ આવે તે માટે તેમણે તમામ કલેક્ટરોને સૂચના આપી છે પરંતુ હજુ વ્યવસ્થા સેટ થતા થોડો સમય લાગે તેમ છે.
2/5
વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી સચિવાલયમાં વિવિધ કામ માટે મુખ્યમંત્રી અને મંત્રીઓને રજૂઆત કરવા આવનાર અરજદારોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. સોમ અને મંગળવારે સંખ્યા 15 હજાર જેટલી થઇ જાય છે. ધારણા કરતા વધુ અરજદારો આવતા તેમના માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવી શકાઇ નથી. સલામતીના કારણે વાહનો મેઇન ગેટની બહાર મૂકાવી દેવાતા અરજદારોને અડધો કિલોમીટર જેટલું ચાલવું પડે છે. બંને સ્વર્ણિમ સંકુલના તમામ ફ્લોર ઉપર અરજદારોનો ભારે ધસારો જોવા મળે છે. બીજીતરફ બેસવાની પૂરતી વ્યવસ્થા નથી હોતી, મંત્રીઓને પણ કામ બાજુ પર મૂકીને માત્ર અરજદારોને સાંભળવા પડે છે અને સંખ્યા વધુ હોવાથી અરજદારોને પણ કલાકો સુધી બેસી રહેવું પડે છે.
3/5
ફરજ પરના તબીબે તેમને એટેક આવ્યો હોવાનું જણાતા આઇસીયુમાં ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. વીરભાણભાઇના ભત્રીજા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, અમે પાણી માટે રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ તે દરમિયાન કાકાની તબિયત બગડતાં અમે તેમને લઇને તાત્કાલિક સિવિલ પહોંચ્યા હતા.
4/5
પાટણના હારીજ તાલુકાના કાતરા ગામના રહીશ 50 વર્ષીય વીરભાણભાઇ ચૌધરી પોતાના ગામને નર્મદાનું પાણી મળે તેની રજૂઆત માટે ગાંધીનગર આવ્યા હતા. તે માટે ગ્રામજનો અને આગેવાનો સાથે સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા માટે આવ્યા હતા. તેઓ બેથી અઢી કલાક સુધી મુલાકાત માટે ચેમ્બરની બહાર રાહ જોઇને બેઠા હતા. તે દરમિયાન વીરભાણભાઇને ચક્કર, ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં લોકો તેમને લઇને નીચે આવ્યા હતા. 108 બોલાવી ગાંધીનગર સિવિલ લઇ જવાયા હતા.
5/5
ગાંધીનગરઃ તાના ગામને નર્મદાનું પાણી મળે તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર સચિવાલય આવેલા હારીજ તાલુકાના કાતરા ગામના 50 વર્ષીય સામાજિક કાર્યકરને સ્વર્ણિમ સંકુલમાં હાર્ટએટેક આવતા ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજવાની કરુણ ઘટના બની છે. સચિવાલયમાં હજારોની સંખ્યામાં અરજદારો આવે છે પરંતુ તેમને ધક્કે ચઢાવવાની સરકારની રસમને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.