સામરખા બ્રિજ પર અમદાવાદ તરફથી 100થી વધુની સ્પીડે આવી રહેલા કારચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે કાર ટકરાઇ હતી. ત્યારબાદ નજીકમાં જમીનમાં અઢી ફૂટ નીચે દાટેલો અને આરસીસીનો બનાવેલો માઇલસ્ટોન પણ અડફેટમાં લઇ ઉખેડી નાખ્યો હતો અને દસથી પંદર ફૂટ દૂર લઇ ગયો હતો. આ બનાવના પગલે હાઇવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવીને સૌ પ્રથમ ક્રેઇન વડે માઇલસ્ટોન ઉંચકીને રોડની સાઇડમાં કર્યો હતો.
3/5
જેના કારણે ગાડીના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. આ બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલ વિનોદ રામાજી ભગોરા(ઉ.વ.46)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ શિક્ષકોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આણંદ ટાઉન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
4/5
પોલીસ સૂત્રોનાં જણાવ્યાનુસાર, અમદાવાદ નિર્ણયનગર રત્નોલી સોસાયટીમાં રહેતાં અને પીરાણા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ રામજીભાઈ ભગોરા તથા અન્ય પાંચ શિક્ષકો સામાજિક કામ અર્થે અમદાવાદથી વડોદરા તરફ જવા માટે કાર લઇને નીકળ્યાં હતાં. આ કાર નેશનલ હાઇવે નં.8 પર આણંદ નજીક સામરખા ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તા ઉપર પશુ આડું આવતાં કારચાલક અપૂર્વ પટેલે અચાનક બ્રેક મારતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની વચ્ચે આવેલ ડિવાઇડર સાથે કાર અથડાઈને નજીકમાં રોડની જમણી બાજુએ ફંગોળાઇ ગઇ હતી.
5/5
આણંદ : નેશનલ હાઇવે નં.8 ઉપર સામરખા ઓવરબ્રિજ પર ગુરુવાર બપોરના સમયે અમદાવાદથી વડોદરા તરફ પૂરઝડપે કરી જઈ રહી હતી જે અચાનક રોડ ઉપર ઢોર આવી જતાં કારચાલકે બ્રેક મારતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈને જમણી સાઈડના રોડ ઉપર ધસી ગઇ હતી. કાર 4-5 પલટી ખાઇ જતાં તેના ફુરચેફુરચા નીકળી ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓને વત્તા ઓછી ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.