શોધખોળ કરો
હાર્દિક પટેલ પછી હવે રેશમા પટેલ પણ લડશે લોકસભાની ચૂંટણી, જાણો કઈ બેઠક પરથી ઝંપલાવશે ?
1/4

અમદાવાદઃ રાજ્યના તમામ નાના-મોટા પક્ષ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂર્વ પાસ કન્વીનર અને ભાજપના નેતા રેશ્મા પટેલે પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું મન બનાવી લીધુ છે. આ સાથે રેશમા પટેલે સ્પષ્ટતા કરી છે કે, તે કોઈ પક્ષના ફાયદા માટે ચૂંટણી નહી લડે પરંતુ સમાજ માટે ચૂંટણી લડશે.
2/4

રેશ્મા પટેલે હવે લોકસભાની ચૂંટણી માટે રણનીતી બનાવવાનું શરૂ કરી દીધુ છે. રેશ્મા પટેલે જે રીતે ભાજપ સામે બંડ પોકાર્યો છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે, તે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.
Published at : 07 Feb 2019 09:41 AM (IST)
View More





















