શોધખોળ કરો
બજેટ 2019ને લઇને શું કહી રહ્યા છે નિષ્ણાંતો? જાણો વિગતો
1/6

અમદાવાદઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. સતાપક્ષ ભાજપે બજેટની પ્રશંસા કરી હતી જ્યારે કોગ્રેસ સહિતની વિપક્ષ પાર્ટીઓએ બજેટની ટીકા કરી હતી. ત્યારે બજેટને લઇને નિષ્ણાંતો શુ કરી રહ્યા છે.
2/6

ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ કહ્યુ હતું કે,બજેટમાં મુખ્યત્વે ચાર ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. એક તો કેપેક્સ સાયકલને પુનર્જિવિત કરવી, ગ્રામીણ-કૃષિ ક્ષેત્રે જોવા મળતાં સ્ટ્રેસને દૂર કરવાના ઉપાયો, નાણાકિય ખાધને અંકુશમાં રાખવી અને એનબીએફસીને નડી રહેલી લિક્વિડીટીની સમસ્યાનો ઉકેલ લાવવો. વિદેશી રોકાણકારો દ્વારા સરકારી બોન્ડ્સમાં ઊંચા ઈન્વેસ્ટમેન્ટની છૂટ સ્થાનિક બજારમાં વધુ ઈનફ્લોને આકર્ષશે અને બોન્ડ યિલ્ડ્સ પરનું દબાણ હળવું થશે. પીએસયૂ બેંક્સ માટે ~૭૦,૦૦૦ કરોડની નવી મૂડી રોકવાનો પ્રસ્તાવ તેમજ કોલેટરલ તરીકે એએ રેટેડ બોન્ડ્સની છૂટ તેમને વધુ નાણા ઊભા કરવા માટે સહાયરૂપ બનશે. સરકારે બજેટમાં ડિજિટલ ઈન્ડિયા, એન્વાર્યન્મેન્ટ, ઈલેક્ટ્રીલ મોબિલિટી અને સોલર સેક્ટર પર ભાર મૂક્યો છે. મધ્યમ વર્ગને અફોર્ડેબલ હાઉસિંગ લોનના સ્વરૂપમાં માર્ચ ૨૦૨૦ સુધી લાભ મળશે. એફડીઆઈ રૂલમાં હળવાશને કારણે ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળશે.
Published at : 06 Jul 2019 04:32 PM (IST)
Tags :
Budget 2019View More





















