પોરબંદરમાં નાથાભાઈ ઓડેદરાની નિમણુક કરવામાં આવી છે. પ્રમુખ બનવા માટે એક જ નામ હતું. મેર સમાજનાં મતદારોને ધ્યાને રાખીને નામ પર મહોર મારવામા આવી છે. તાપીમાં ભિલાભાઈ ગામીત નિમણુક કરવામાં આવી છે. તુષાર ચોધરીનુ લાંબા સમયથી એક હથ્થુ શાસન છે. ત્યારે નવા ચહેરાને લોકો સમક્ષ મુક્યો છે.
2/9
ડાંગમાં મોતીભાઈ ચૌધરીને યથાવત રાખ્યા છે. ગામીત આગેવાન ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવતાં, જિલ્લામાં સ્થાનીક આદિવાસી બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખેડામાં રાજેશ ઝાલાની નિમણુક કરવામા આવી છે. અમિત ચાવડાના સંબંધી હોવાનો લાભ મળ્યો. ક્ષત્રીય સમાજનો દબદબો છે. સામાજીક સમીકરણને ધ્યાને રાખીને પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે.
3/9
રાજકોટમાં હિતેશ વોરાને યથાવત રખાયા છે. જિલ્લામાં સારી કામગીરીને ધ્યાને રાખીને રિપીટ કરવામાં આવ્યાં છે, પાટીદાર અને સામાજિક સમીકરણો ના આધારે નિર્ણય કરાયો છોટાઉદેપુરમાં યશપાલસિંહ ઠાકોરની નિમણુક કરવામાં આવી છે. સ્થાનિક આગેવાન છે, યુવા ચહેરો. આદિવાસી મતબેંક ને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
4/9
ભરૂચમાં પરીમલસિંહહ રાણાની નિમણુક કરવામા આવી છે. સ્થાનિક લોકોમાં સારુ વર્ચસ્વ છે. સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને નવા ચહેરાને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે.
5/9
આણંદમાં વિનુભાઈ ઠાકોરની નિમણુક કરવામાં આવી છે. અમીત ચાવડા અને ભરતસિંહ સોલંકીની ખુબ નજીક છે. સાથે જ જીલ્લા શિક્ષણ સમીતીના ચેરમન પણ છે. ક્ષત્રિય ઠાકોર મતદારોને ધ્યાને રાખીને નીમણુક કરવામાં આવી છે.
6/9
ભાવનગરમાં પ્રવીણ રાઠોડની નિમણુક કરવામા આવી છે. પાલીતાણાના ભુતપુર્વ ધારાસભ્ય છે અને સાથે કોળી પટેલ સમાજમાથી આવે છે. કોળી પટેલના સમાજના મતદારોનુ પ્રભુત્વ ધ્યાને રાખીને પસંદગી કરવામાં આવી છે.
7/9
વડોદરા શહેરમાં પ્રંશાત પટેલને પ્રમુખ પદે યથાવત રખાયા છે. ફરી વખત રીપીટ કરવામા આવ્યાં છે. પ્રદેશ ઉપપમુખ મોલીન વૈષ્ણવના ખુબ જ નજીક છે. નડીયાદ શહેરમાં ચિરાગ બહ્મભટ્ટની પસંદગી કરવામાં આવી છે. ચિરાગ પટેલ નવો ચહેરો છે.
8/9
અમદાવાદ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જિલ્લા તથા શહેર કોંગ્રેસ પ્રમુખોની નિમણૂંક કરી છે. કુલ 9 જિલ્લા તથા 3 શહેરોના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભાવનગર, આણંદ, ભરૂચ, ડાંગ, ખેડા, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, તાપી જિલ્લાના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ, નડિયાદ તથા વડોદરા શહેર પ્રમુખોની નિમણુંક કરી છે.
9/9
અમદાવાદમાં શશીકાંત પટેલની શહેર પ્રમુખ તરીકે પસંદગી થઈ છે. શશીકાંત પટેલને ભરતસિંહના આશીર્વાદ મળ્યા છે, પાટીદાર હોવું અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેવાનો તેમને લાભ મળ્યો છે. બે વખત વિધાનસભા ચૂંટણી લડ્યા અને હાર્યા છે.