ગીર ગઢડાઃ જિલ્લાના ખીલવાડ ગામે પ્રેમપ્રકરણમાં યુવક-યુવતીએ દવા પી લેતા આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આજે વહેલી સવારે બંનેએ દવા પી લેતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રેમીનું મોત થયું છે, જ્યારે યુવતીની હાલત ગંભીર છે.
2/3
જૂની ખોખરી ગામે જગદિશ કાળુભાઈ સરવૈયા (ઉ.વ.૨૪) અને મયુરી બાઘજીભાઈ સુરાણી (ઉ.વ. ૨૦) વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને ઘણાં સમયથી એકબીજાના પ્રેમમાં હતા. જોકે, બંનેની જ્ઞાતિ અલગ હોય, તેમના સંબંધને સ્વીકારવામાં નહીં આવે તેવું લાગતાં તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. બંનેના મૃતદેહને પી. એમ. કોટડાસાંગાણી સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે.
3/3
આ અંગેની મળતી વિગતો એવી છે કે, યુવક-યુવતી છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જોકે, સમાજ તેમને એક થવા નહીં દે તેવું લાગતાં બંનેએ આજે વહેલી સવારે ઝેરી દવા પી લીધી હતી. જેમાં યુવકનું મોત થયું છે. આવો જ એક બનાવ કોટડા સાંગાણીમાં પણ સામે આવ્યો છે. જૂની ખોખરી ગામે પોત પોતાના ઘરે યુવક-યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો છે.