કાયદો તેમજ સમાજ ઉપર વિશ્વાસ કરીને હું તો જાઉ જ છું ,પણ આ લોકોને સજા અપાવજો જેથી કરીને બિજો કોઈ નિર્દોષ માણસ ફસાઈ નઈ. મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી શેર કરજો, બધા સ્નેહિજનોને મારા છેલ્લા રામ રામ..."
2/6
હું મારી જીંદગીમાં ખૂબ ખુશ હતો, મારો ધંધો પણ સારો ચાલતો, પણ આ લોકોએ સાથે મળીને મારુ જીવન હરામ કરી નાખ્યું. મારી ટોટલ કમાણી પણ મહિલા ડોક્ટર લઈ ગઈ છે. આજે મારા ઉપર કોઈ દેવું કે દબાણ નથી, મારા પરિવાર તરફથી પણ મને ખૂબ પ્રેમ મળ્યો છે, ફક્ત આ લોકોના કારણે મારે જીવ ગુમાવવો પડે છે.
3/6
મહિલા ડોક્ટરે જ મારી જીંદગી હરામ કરી નાખી છે, સતત 2-3 વર્ષ મારી જોડે છેતરપિંડી કરીને બરબાદ કરી નાખ્યો છે, આ લોકો સજાને પાત્ર છે, કોઈ માફ ના કરતા. આ લોકો સમાજ માટે કલંક છે. સમાજ આનો ન્યાય કરજો. મારી જોડે ઘણા પ્રુફ હતા એ પણ ઈ લોકો લઈ ગયા છે, જે કંઈ પ્રુફ બચ્યા છે ઈ હું અહીં બધાને જોવા માટે મૂકીને જાઉ છું. બીજું બધું કોલ રેકોર્ડિંગમાં આવી જશે. મહિલા ડોક્ટર 1 નંબરની નાલાયક છોકરી છે, જે ડોક્ટર થઈને બધાના જીવ લે છે.
4/6
અજાણ્યા બે શખ્સોએ મને અવાર નવાર જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા હતા અને સમાજમાં કયાંય જવા ઉપર રોક લગાવી હતી. રસ્તામાં કયાંય મને જુએ તો પણ અહીં નઇ ચાલવાનું એમ કહીને બધી રોક લગાવતા હતા. મને ખૂબ ત્રાસ આપેલો છે આ ત્રણ લોકોએ. મોટી દિકરી પણ મને હેરાન કરતી એ પણ બધાને ફસાવવાના ધંધા કરે છે.
5/6
"મારા વ્હાલા વડિલો , મિત્રો મને માફ કરજો. હવે પછી હું તમારી વચ્ચે નથી. મારા મોત માટે જવાબદાર વ્યક્તિઓ 1) ડો. મહિલા( માનપુરા - વારાહી). ) અજાણ્યો શખ્સ ( માનપુરા) 3) અજાણ્યો શખ્સ (રાધનપુર). મહિલા ડોક્ટરે મને એની પ્રેમજાળમાં ફસાવીને ઉઘાડી લૂંટ જ ચલાવી હતી. મહિલા ડોક્ટર એ આજે મને ક્યાંયનો પણ નથી રાખ્યો એટલે મારે આજે મોતને ભેટવું પડે છે. બાકી જીવ તો મને પણ વહાલો હતો.
6/6
પાટણ: ‘MBBSમાં ભણતી યુવતીએ મને પ્રેમજાળમાં ફસાવી ઉઘાડી લૂંટ ચલાવી, મારી જીંદગી હરામ કરી નાખી, મને ક્યાંયનો ન રાખ્યો એટલે મારે મોતને વહાલું કરવું પડ્યું’ આ દિનેશ પ્રજાપતિના અંતિમ શબ્દો છે. ફેસબુકમાં વિગતવાર સુસાઈડ નોટ લખીને રાધનપુરની હોટલમાં યુવકે આપઘાત કર્યો હતો. ફેસબુક પર લખેલ સુસાઈડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યા છે જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે.