આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો પણ પોલીસે ગતિમાન કર્યાં છે. અતિ ગંભીર અને સંવેદનશીલ એવા આ મામલામાં પોલીસ કોઇ આરોપી છટકી ન જાય તેની પૂરતી તકેદારી રાખી રહી છે. અતિસંવેદનશીલ મામલાને લઇને પોલીસ ખૂબજ સતર્કતાથી હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. કહેવાય છે કે આરોપી પિતાની ઉંમર 29ની આસપાસની છે અને તે મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત છે.
2/5
આ ગુનામાં બાળકીના દાદા-દાદી, માસી અને અન્ય એક વ્યક્તિની પણ સંડોવણી હોવાથી આ તમામ સામે હાલમાં નડિયાદ પોલીસ સ્ટેશને બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની જાણ થતાં પોલીસે બાળકીને સારવાર અને તબીબી પરિક્ષણ માટે મોકલી આપી છે. હાલમાં નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
3/5
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, નડિયાદમાં પૂર્વ વિસ્તારમાં જિલ્લા કોર્ટ પાસેની એક સોસાયટીમાં રહેતા પરિવારની 2 વર્ષ 6 માસની માસુમ પુત્રી ઉપર તેના 29 વર્ષીય પિતાએ પ્રથમ વાર છ એક મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ફરીવાર તેણે બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
4/5
હેવાન પિતાએ 6 માસ પહેલાં પણ પોતાની માસુમ દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સાંપડી છે. હાલમાં માતાની ફરિયાદના આધારે નડિયાદ પોલીસ દ્વારા બાળકીના પિતા, દાદા-દાદી સહિત 5 વ્યક્તિઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.
5/5
નડિયાદ: નડિયાદના એક મધ્યમવર્ગીય પરિવારની 2 વર્ષ 6 મહિનાની માસુમ બાળકી ઉપર તેના સગા પિતાએ પરિવારજનોની મદદથી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બાળકીની ઉંમર અને અન્ય પાસાને ધ્યાનમાં રાખી પોલીસ અત્યંત ગુપ્ત રીતે બનાવની ઝીણવટભરી તપાસ કરી રહી છે.