ભાવનગર: ભાવનગરમાં પત્નીના પ્રેમીને ગોળી ધરબી લોથ ઢાળી દેનાર મિલ્ટ્રીમેનને કોર્ટે હત્યાના ગુનામા આજીવનકેદની સજા ફટકારી છે. પત્ની સાથેના આડાસંબંધના કારણ તેણે પત્નીના પ્રેમીને નગ્ન હાલતમાં જ બાથરૂમમાં ઠાર કર્યો હતો.
2/5
પત્નીની હત્યા કરનાર જીગર વ્યાસ 15 વર્ષથી આર્મીમાં છે. ગત તા.26 11 તાજ હુમલા પ્રકરણમાં (એનએસજી નેશનલ સીક્યુરીટી ગાર્ડ) તરીકે ફરજ બજાવતા હતા. તેમને રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલ દ્વારા મેડલ આપવામાં આવેલ છે. જીગરે કુલ 7 આતંકવાદીને ઠાર મારી ત્રણવાર ગોળી ખાધી છે અને 7 ચંદ્રક મેળવ્યા છે.
3/5
ઉપરોક્ત હત્યાનો કેસ ભાવનગરના પાંચમાં એડિશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિની કોર્ટમાં ચાલ્યો હતો જ્યા બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપી જીગર હરેશભાઇ વ્યાસને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી અને રૂ.3000નો દંડ કર્યો હતો. જ્યારે પત્ની પર જીવલેણ હુમલામાં 307 બદલે કલમ 326ના ગુન્હામાં દોઢ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. જોકે આર્મ્સ એક્ટના ગુનામાં નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. અદાલતે તમામ સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ છે.
4/5
આ વાતની જાણ જીગરભાઈને થતાં વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. આ મામલે ચેતનાબેને તેના પતિનું ઘર છોડી તેના પ્રેમી દેવેન્દ્ર સાથે રહેવા જતી રહી હતી. તા.13-2-2015ના રોજ જીગરભાઇ ત્યાં પહોંચતા જ પત્ની અને પ્રેમી દેવેન્દ્રને કઢંગી હાલતમાં જોઇને તેમણે ગુસ્સામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરિંગ કરતા દેવેન્દ્ર શર્માનું નગ્ન અવસ્થામાં જ મોત થયું હતું. આ ઘટનામાં પત્ની ચેતનાબેનને ઈચા પહોંચી હતી. આ ઘટના અંગે ચેતનાબેન વ્યાસે એ ડિવિઝન પોલીસ મથકમાં પતિ જીગર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
5/5
મુંબઈની તાજ હોટલમાં થયેલા હુમલા સમયે નેશનલ સુરક્ષા કાર્ડ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને દેશના પૂર્વ સંરક્ષણ મંત્રીના કમાન્ડો રહી ચૂકેલા આર્મીમેન જીગરભાઇ હરેશભાઇ વ્યાસ શ્રીનગર ખાતે ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા હતા. તેમના લગ્ન ચેતનાબેન સાથે થયા હતા.આર્મીમેનને ફરજ અર્થે બહાર રહેવાનું થતું હોય તેમણે તેમના મિત્ર દેવેન્દ્ર રણજીતસિંહ શર્માને પોતાની પત્ની તથા માસુમ પુત્રીનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. પરંતુ જીગરભાઇની પત્ની બેવફા નીકળતા અને રખેવાળ કરતા પતિના મિત્ર દેવેન્દ્ર સાથે જ પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ સંબંધ છેક બેડરૂમ સુધી પહોંચી ગયો હતો.