Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈનો બાપ
સુરતમાં 10 મુન્નાભાઈ MBBS અને 3 આરોપી બોગસ ડિગ્રી બનાવી આપતા ઝડપાયા. બોગસ ડૉક્ટર્સ અને નકલી ડિગ્રીને લઈને પોલીસ તપાસમાં ચૌંકાવનારા ખુલાસા થયા. રસેષ ગુજરાતી નકલી તબીબોની ગેરેંટી લેતો. ધોરણ 8-10-12 પાસને નકલી ડિગ્રી આપી ડૉક્ટર્સ બનાવી દેતો. અત્યાર સુધી આવા 1400થી 1500 જેટલા બોગસ ડૉક્ટર્સ તેણે બનાવ્યા છે. એટલું જ નહીં, આવા મુન્નાભાઈ MBBS પાસેથી મહિને પાંચ હજાર રૂપિયા લઈ SMC, પોલીસ કે આરોગ્ય વિભાગ ચેકિંગ માટે આવે તો બચાવવાની બાંહેધરી પણ આપતો. કોર્ટમાં પણ આના બોગસ તબીબોને જેમતેમ બચાવી લેવામાં આવતા. જેમાં અમદાવાદનો બી.કે રાવત નામનો બોગસ ડૉક્ટર પણ સામેલ હતો. જેના ઘરેથી પણ નકલી સર્ટિ મળી આવ્યા. રસેષ ગુજરાતી પોતાને બોર્ડ ઓફ હોમિયોપેથી ડોક્ટર ગણાવતો. અન્ય નકલી તબીબો પાસેથી BEHM ગુજરાત.COM પોર્ટલ આયુશ વિભાગ બતાવી એક ડિગ્રીના 60થી 70 હજાર રૂપિયા લેતા. જેની પઠાણી ઉઘરાણી ઈરફાન અને શોભિત નામના શખ્સો કરતા. જેમાંથી શોભિતની સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.