વડોદરા અને જામનગરમાં હોબાળો, પુષ્પા-2ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં બબાલ
વડોદરા અને જામનગરના થિયેટરમાં હોબાળો. વડોદરાના PVR અને જામનગરના JCR સિનેમા પુષ્પા-2 ફિલ્મનો વહેલી સવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ હતો. પરંતુ સમયસર શૉ શરૂ ન થતાં ફિલ્મ રસિકો રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો. જામનગરમાં તો રોષે ભરાયેલા લોકોએ ફિલ્મનાં પોસ્ટર ફાડી નાખ્યાં. જેના કારણે પોલીસ બોલાવવી પડી. વડોદરાના માંજલપુરમાં આવેલા ઈવા મોલમાં સવારે સાડા આઠ વાગ્યે ફિલ્મનો પહેલો શૉ હતો. પરંતુ સમયસર શૉ શરૂ ન થતા લોકોએ હંગામો મચાવ્યો.
હૈદરાબાદમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતા અલ્લુ અર્જુન બે કલાક મોડા આવતાં અલ્લુ અર્જુનને મળવા માટે પહોંચેલા હજારો રસિકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું.. આ બનાવવાને ધ્યાનમાં લઈને વડોદરા અને જામનગર પોલીસ તરત જ થિયેટર પર પહોંચી ગઈ હતી અને પ્રેક્ષકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.