સૌથી પહેલા 2015માં હુસૈન સુલેમાનની મધ્યપ્રદેશના ઝાંબુઆથી ધરપકડ કરાઈ હતી, બાદમાં દાહોદ રેલવે સ્ટેશનથી ધાંતિયા અને ભાણાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો 2016માં મહારાષ્ટ્રના માલેગાંવથી ભુમેડીની ધરપકડ કરાઈ હતી. આમ પાંચેય આરોપી વિરુદ્ધ કેસ ચાલી ગયો હતો.
2/4
અમદાવાદઃ વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડ મામલે આજે સીટની સ્પેશ્યલ કોર્ટે પાંચ આરોપીઓ સામે સુનાવણી કરતાં 2 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા જ્યારે 3ને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કેસ અંગે સુનાવણી કરતાં ફારુક ઉર્ફે ભાણો અને ઇમરાન શેરુને દોષિથ ઠેરવ્યા હતા.
3/4
નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન પર હુમલો થયો ત્યારબાદ સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ ચાંપી હતી, જેમાં ટોળાએ 59 કારસેવકોને જીવતા સળગાવ્યા હોવાની ઘટના બની હતી.
4/4
આ વધુ પાંચ આરોપીઓ સામે સુનાવણી કરતાં SITની ખાસ કોર્ટમાં જજે સાબરમતી જેલમાં જ ચૂકાદો આપ્યો હતો, જેમાં બે આરોપીઓને કેસમાં દોષિત અને અન્ય ત્રણને નિર્દોષ ઠેરવ્યા હતા. આ પાંચેય આરોપી વર્ષ 2002થી ફરાર હતા અને 2015-16માં આ પાંચેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બાદમાં પાંચેય સામે SITની ખાસ કોર્ટમાં કેસ ચાલી રહ્યાં હતો.