શોધખોળ કરો
લોકરક્ષક માટે ફરી પરીક્ષા યોજાશે ત્યારે પરીક્ષાર્થીઓને બસ ભાડા ઉપરાંત બીજા શાની રકમ સરકાર ચૂકવશે ? જાણો વિગત

1/6

2/6

3/6

ગાંધીનગરઃ રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે હથિયારધારી- બિન હથિયારધારી લોકરક્ષકની અને જેલ સિપાઇની પરીક્ષા લેવામાં આવવાની હતી. રાજ્યભરમાંથી 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા. જોકે પેપર લીક થતાં પરીક્ષાને મોકુફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા અને ઉમેદવારોએ અનેક જગ્યાએ ચક્કાજામ કર્યો હતો.
4/6

એડી. ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે, 'આજે થનારી પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. હવે ક્યારે પરીક્ષા લેવાશે તેની જાહેરાત પણ થોડા દિવસોમાં જાહેર કરી દેવામાં આવશે.
5/6

ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાની સાથે ગુજરાત સરકારની હાય-હાય બોલાવી હતી. ઘણા ઉમેદવારોએ કોલ લેટર પણ ફાડી નાંખ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે.
6/6

બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપણીએ જાહેરાત કરી હતી કે, આ પરીક્ષા હવે જ્યારે ફરીથી લેવામાં આવશે ત્યારે આજની પરીક્ષાના તમામ ઉમેદવારોને તેમના ઘરથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવાનું એસ.ટી. બસ ઉપરાંત રીક્ષા ભાડું રાજય સરકાર તરફથી આપવામાં આવશે.
Published at : 02 Dec 2018 03:56 PM (IST)
View More
Advertisement