અમદાવાદઃ ચાર મહિના પહેલાં કડીથી ગુમ થયેલી એક સામાન્ય પરિવારની યુવતીને ગુજરાત પોલીસે બેંગલુરૂના ડાન્સબારમાંથી શોધી કાઢી છે. ત્યાં આ યુવતી બારગર્લ તરીકે કામ કરતી હતી. ત્યારે પોલીસે યુવતીની ભેટ માતા-પિતા સાથે કરાવતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ચાર મહિના પછી ગુજરાત પોલીસે આ ઓપરેશન પાર પાડીને સરાહનીય કામ કર્યું છે. ત્યારે આવો જાણીએ આ યુવતી કેવી રીતે ફસાઇ હતી આ ચુંગુલમાં? કેવી રીતે બની ગઈ હતી બારગર્લ? કેવી રીતે થયો છૂટકારો?
2/4
તપાસ સોંપાયા પછી પોલીસ કંઈ કરે તે પહેલાં જ મોબાઈલનું સીમકાર્ડ બંધ થઈ ગયું હતું. મોબાઈલ અને સીમકાર્ડ બંધ થયું ત્યારે તેનું લોકેશન બેંગલુરૂના અખબાલપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનું મળ્યું. આ લોકેશનને આધારે પોલીસે સ્થાનિક પોલીસનો સંપર્ક કરી મહેસાણા પોલીસની એક ટીમ બેંગલુરૂના આ જિલ્લામાં રવાના થઈ હતી. ત્યાં સર્ચ ઓપરેશન કરીને બેંગલુરૂના ડાન્સબારમાં બારગર્લ બની ગયેલી આ યુવતીને પોલીસે શોધી કાઢી. પછી યુવતીને મહેસાણા લાવી. જ્યાં એસઓજી અને જિલ્લા પોલીસ વડાએ આ યુવતીને ચાર મહિના પછી પરિવારને સોંપતાં તમામની આંખો ભીની થઈ ગઈ હતી.
3/4
ગુમ થયેલી આ ગરીબ મા-બાપની દીકરી બેંગલુરૂમાં બારગર્લ બની ગઈ હતી. તેને માનવતસ્કરીનો ભોગ બનાવે તે પૂર્વે જ મહેસાણા અને કર્ણાટકની બેંગલુરૂ પોલીસે એક રેસ્કયુ ઓપરેશન કરીને યુવતીને બચાવી લીધી છે.
4/4
આ ઘટનાની વિગતો એવી છે કે, મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારની અઢાર વર્ષની દીકરી પરિવારને મદદ કરવાના હેતુથી કડી અને આસપાસના ગામડાંઓમાં છૂટક મજૂરી કરતી હતી. ચાર મહિના પહેલાં તે મજૂરી માટે ગઈ અને પરત ન ફરતા પરિવારે યુવાન દીકરીની શોધખોળ હાથ ધરી, પરંતુ દીકરી ભાળ ન મળતાં માતા-પિતાએ કડી પોલીસ મથકે અરજી આપી. બે મહિનાનો સમય વિતી જવા છતાં દીકરીની ભાળ ન મળતાં પરિવાર મહેસાણા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિકને મળ્યો. તેમણે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સમગ્ર તપાસ આપી અને પછી એસ.ઓ.જી.ના પી.આઈ. જે.એસ. ચાવડા, પી.એસ.આઈ. એસ.એન. પરમારની ટીમ દ્વારા તપાસ હાથ ધરતાં તે મોબાઈલનું લોકેશન બેંગલુરૂના રૂરલ એરિયાનું મળ્યું હતું.