અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી એક વાર પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે હાર્દિક પટેલ 14 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની સંકલ્પ યાત્રા કાઢશે. 14 સપ્ટેમ્બરે અમદાવાદથી નિકનારી આ સંકલ્પ યાત્રા 16 સપ્ટેમ્બરે લોમનાથ પહોંચશે.
2/5
હાર્દિક પટેલે આ સંકલ્પ યાત્રામાં ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પને મુખ્ય ઉદ્દેશ ગણાવ્યો છે. 16 સપ્ટેમ્બરે સોમનાથમાં યાત્રાનું સમાપન થાય ત્યારે હજારો પાટીદારો સાથે મળીને હાર્દિક પટેલ ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પ લેશે. સમગ્ર ગુજરાતના પાટીદારોને પણ ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પ લેવા આહ્વાન કરાશે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ....
3/5
અનામત અમારો અધિકાર છે સંકલ્પ યાંત્રાનો કાર્યક્રમ આ પ્રમાણે છે- તારીખ 14/09/17 ને ગુરુવાર - અમદાવાદ શીલજ ચાર રસ્તા થિ પ્રસ્થાન સવારે ૯ કલાકે - વિરમગામ - માલવણ બપોરે 12 કલાકે વિશ્રામ - ધ્રાંગધ્રા : 3 કલાકે - હળવદ ચોકડી 3:30 કલાકે - મોરબી સીટી: 4 કલાકે - ટંકારા 5:30 કલાકે - પડધરી રાત્રિ રોકાણ: સભા રાત્રે 9 કલાકે
4/5
તારીખ 16/09/2017 શનિવાર - કેશોદ થી સોમનાથ તરફ પ્રસ્થાન