ગિરનારમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે કોડિનારમાં 8 ઈંચ, માળિયામાં 8 ઈંચ, જૂનાગઢમાં 7 ઈંચ, માણાવદરમાં 4 ઈંચ અને વેરાવળમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
4/10
આમ જૂનાગઢમાં સતત બીજા દિવસે 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જૂનાગઢમાં પડેલા વરસાદનાં પગલે રસ્તા પર નદીઓ વહી હતી. તેમજ અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતાં.
5/10
આ નદીઓ ઉપર આવતા ડેમમાં નવા નીરની આવક થઇ હતી. બીજી તરફ જૂનાગઢ શહેરમાં ગુરૂવારની રાત્રે 65 મીમી અને શુક્રવારે સવારે 50 મીમી વરસાદ નોંધાયો હતો.
6/10
રાત્રે પડેલા વરસાદનાં કારણે ગિરનારમાંથી નિકળતી નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતાં. ઉબેણ, ઓઝત, સોનરખ અને કાળવા નદી બે કાઠે વહી હતી. તેમજ જૂનાગઢ, વંથલી તાલુકાનાં અનેક ખેતરમાં પાણી ભરાઇ ગયા હતાં.
7/10
ગિરનાર જંગલમાં ગુરૂવારે 7 ઇંચ વરસાદ પડ્યો હતો. બાદ ગુરૂવારની રાત્રે અને શુક્રવારે સવારેનાં 10:30 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો. ગિરનાર જંગલમાં 17 ઇંચ વરસાદ પડ્યો હતો.
8/10
બીજી તરફ જૂનાગઢ શહેરમાં 7 ઈંચથી પણ વધારે વરસાદ ખાબકી જતાં રસ્તા પર નદીઓ વહી હતી. જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. જૂનાગઢમાં સોમવારથી વરસાદ પડવાનું શરૂ થયું છે. જૂનાગઢમાં સતત પડી રહેલા વરસાદનાં પગલે જનજીવન પ્રભાવીત થયું છે. જૂનાગઢ ઉપરાંત ગિરનાર જંગલમાં સાંબેલાધારે વરસાદ પડ્યો છે.
9/10
વન વિભાગનાં કંટ્રોલરૂમનાં જણાવ્યાં પ્રમાણે, ગિરનાર પર્વત અને જંગલમાં 425 મીમી એટલે કે 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એટલે એવું કહી શકાય કે જંગલમાં આભ ભાટ્યું. ગિરનારમાં ભારે વરસાદનાં પગલે ઉબેણ, ઓઝત, સોનરખ, કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને જૂનાગઢ તાલુકાનાં અનેક ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં.
10/10
જૂનાગઢ: ગિરનાર જંગલ અને જૂનાગઢમાં બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ગુરૂવારની રાત્રે અને શુક્રવારે સવારે તો વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. ગિરનારના જંગલમાં જાણે આભ ફાટ્યું હતું.