અમરેલીના ઈશ્વરીયા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી અને ધારી શહેરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
2/3
અમરેલી શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. અમરેલીના ધારી સહિતના આસપાસના ગામમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. અમરેલીના આસપાસના વિસ્તારોમાં મોટાભાગમાં મગફળીનું વાવેતર ઉભુ છે, ત્યારે અચાનક કમોસમી વરસાદ થતા ઉભા પાકને ભારે નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.
3/3
અમરેલી: અમરેલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી, લીલીયા અને બગસરાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા હતા. વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડતા સમગ્ર વિસ્તારમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી. અચાનક કમોસમી સિઝનમાં વરસાદી ઝાપટુ આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.