અમરેલીના જીકાડ્રી, મોટા માણસા, એભલવડ, ફિસરી, ટીમબી માં અનરાધાર 1 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદ થી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે દલી નદી અને ધાતલ નદી બે કાંઠે વહી રહી છે.
2/7
લોકોના ઘરમાં, હોસ્પિટલ, સ્કૂલ અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
3/7
4/7
5/7
અમદાવાદ: દક્ષિણ ગુજરાત બાદ અમરેલી અને ગીર સોમનાથના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોર બાદ અમેરેલીના જાફરાબાદ, ખાંભા અને પાટી માણસા ગામે ત્રણ કલાકમાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકાર. ઝુડિયા નદી અને માલણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.
6/7
આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સાવત્રિક વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે.
7/7
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ધામલેજ, રાખેજ, સિંગસર ગામમાં ધોધમાર નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.