આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના શેરડીડીંબાના અશોક દરજી(ઉ.વ.35)ની પિતરાઇ બહેન સાથે નવરાત્રિમાં અરવિંદ પ્રજાપતિએ છેડતી કરી હતી. આથી અશોકે અરવિંદને ઠપકો આપતાં બોલાચાલી થઈ હતી. આ સમયે એક તરફી પ્રેમમાં પાગલ અરવિંદે અશોકને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જોકે, પરિવારજનોએ સમાધાન કરાવતાં મામલો શાંત પડ્યો હતો.
2/4
દરમિયાન ગઈ કાલે(રવિવાર) સવારે સાડા પાંચ વાગ્યે અશોક દરજી અને તેના પત્ની રેખાબેન(ઉ.વ.30) ખેતરમાં ગયા હતા. ત્યારે અરવિંદે નવરાત્રિમાં થયેલી તકરારનું મનદુઃખ રાખી આ દંપતીની હત્યા કરી નાંખી હતી. અશોક અને તેના પત્ની ઘરે ન આવતાં અશોકના પિતાએ રાણાજી દરજીએ પડોશી મેહુલ પ્રજાપતિ સાથે ખેતરમાં તપાસ કરતાં બંનેની લાશ લોહીલૂહાણ હાલતમાં મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવાની ગતિવિધિ તેજ કરી છે.
3/4
હત્યારાએ રેખાબેનના ગળાના ભાગે તથા મોંઢાના ભાગે જીવલેણ ઘા માર્યા હતા. ઘટનાસ્થળે મકાનની બાજુમાં એક પાવડો અને ડંડો લોહીવાળા પડયા હતા. જ્યારે રૂમમાં મૃતદેહ પાસેથી દાતરડુ, દંતાળી લોહીવાળા મળી આવ્યા હતા. આ હત્યાને કારણે બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
4/4
હિંમતનગરઃ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના પિતરાઇ ભાભી-ભાભીની હત્યા કરી નાંખતાં નાના એવા શેરડીટીંબા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રવિવારે સવારે સાડા પાંચ વાગ્યે દંપતીની યુવકે હત્યા કરી નાંખી હતી. અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધીને આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.