શોધખોળ કરો
કચ્છઃ સવારથી અત્યાર સુધીમાં ભૂકંપના 6 આંચકા આવતાં લોકોમાં ફફડાટ
1/3

ભુજઃ કચ્છમાં વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં ભૂકંપના છ-છ આંચકા આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. આ સવારે આવેલો આંચકો અંજાર, ગાંધીધામ,રાપર,ભચાઉમાં ભૂકંપનો તેજ આંચકો મહેસૂસ થયો હતો. ભૂકંપના ઝટકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી.
2/3

કચ્છમાં ભૂકંપના આંચકાઓ હજુ સુધી યથાવત છે. સવારના 4 વાગ્યાથી અત્યાર સુધી 6 ભૂકંપના આંચકા નોંધાયા છે. તમામ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીકનું છે. બપોરે 12:16એ 3.1નો ભૂકંપનો આંચકો અનુભવાયો, તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 km દૂર NNE બાજુએ હતું.
Published at : 29 Mar 2018 02:11 PM (IST)
View More























