શોધખોળ કરો
લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં ભાજપના નેતા સહિત 6ની અટકાયત, જાણો વિગત
1/7

ગાંધીનગરઃ રવિવારે ગુજરાતમાં લોકરક્ષકોની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં સીઆઈડી ક્રાઈમના એસપી વિરેંદ્ર યાદવે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે ભાજપના નેતા સહિત 5 યુવકોનીઅટકાયત કરવામાં આવી છે. 9 લાખ લોકોને રઝળાવી દેનારા આ 5 વિલનો કોણ છે તેમના પર નજર કરીએ.
2/7

પેપર લીક મામલે અરવલ્લીમાંથી વધુ એક ભાજપના નેતાની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે વધુ એક ભાજપના નેતા જયેન્દ્ર રાવલની અટકાયત કરી છે. આરોપી મનહરના ખાસ મિત્ર જયેન્દ્રને પોલીસ પકડી ગઈ છે. જયેન્દ્ર રાવલ બાયડના સાઠંબા ગામનો વતની છે.
3/7

લુણાવાડાના છાપરી મુવાડ ગામનો રહેવાસી યશપાલસિંહ સોલંકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. તેણે જ આ પેપર લીક કર્યું હતું. પેપરના જવાબો તે દિલ્હીથી લઈને આવ્યો હતો અને આ પેપર તેણે પાંચ લાખમાં વેચ્યું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર એટલું જ નહીં, મનહર પટેલને યશપાલ સિંહે આન્સર કી આપી હતી.
4/7

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં રૂપલ શર્માનું પણ નામ બહાર આવ્યું છે. રૂપલ શર્મા ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે. જ્યારે લોકરક્ષક દળની પરીક્ષામાં તે પણ ઉમેદવાર હતી.
5/7

પી.વી. પટેલ વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તે આ પહેલા પોલીસ ભવનમાં નોકરી કરતો હતો અને પોલીસ ભરતી બોર્ડમાં પણ ફરજ નિભાવી ચૂક્યો છે. હાલ તે ડીએસપી ઓફિસમાં કામ કરે છે. જેની પેપર લીક કૌભાંડમાં આજે પોલીસે ધરપકડ કરી હતી.
6/7

લોકરક્ષણ પેપર લીક કરવાના કેસમાં બનાસકાંઠાના એડરણાના મુકેશ મૂળજી ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ચૌધરી ભાજપનો નેતા છે. પેપરલીક કૌભાંડમાં નામ આવતાં ભાજપ દ્વારા મુકેશ પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
7/7

અરજણ વાવ ગામનો રહેવાસી મનહર રણછોડભાઈ પટેલ ભાજપમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી લડી ચૂક્યો છે. લોકરક્ષણ પેપર લીકમાં નામ ખુલતાં જ મનહર પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
Published at : 04 Dec 2018 09:11 AM (IST)
Tags :
LRD Exam Paper Leak Rupal Sharma Rupal Sharma And Police Bharti 4 Persons Arrested In The Matter 10 Days Remand By Gandhinagar Court Paper Leak Lok Rakshak Dal Exam Paper Leak Police Constable Exam Paper Leak Complaint Filed Against 5 Persons BJP Leader Is Arrested Police Bharti Exam Gujarat CID Crime Gandhinagar Court Gujarat Police Bharti Gujarat PoliceView More





















