જેમાં 35 લાખમાં સોદો નક્કી કર્યા બાદ 10 લાખની રકમ મેળવી હતી અને બાકીના 25 લાખ રૂપિયા માટે સિક્યુરિટી પેટે ચેક આપ્યો હતો. ધારાસભ્ય પરસોતમ સાબરિયા અને તેના મળતિયા વકીલની અટકાયતને પગલે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના જિલ્લાના ત્રણેય ધારાસભ્યો અને કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતાં.
2/5
જેને પગલે પોલીસે આરોપી ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સહિત ચારની અટકાયત કરવામાં આવી હતી. જેમાં સી.ડી.કાનાણી અને જુદી જુદી મંડળીઓએ ગેરરીતી છુપાવવા માટે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરિયાને ગેરરીતો બાબતે અરજી નહીં કરવા તેમજ વિધાનસભામાં આ બાબતે રજુઆત નહીં કરવા તેના મળતિયા વકીલ ભરત ગણેશીયા મારફત 40 લાખની માગણી કરી હતી.
3/5
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ 334 કામો માટે અંદાજે 20 કરોડથી વધુની રકમ મંજુર થઈ હતી જેમાં કામો ન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જે સમગ્ર મામલે ગુજરાતની ટીમોએ તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી.
4/5
આ ઘટના બાદ કોંગ્રેસના આગેવાનોએ ધારાસભ્ય પરસોતમ સાબરિયાની છબિ ખરડાવવાનો પ્રયાસ થયો હોવાનું જણાવી 29 તારીખે પોલીસ સ્ટેશન સામે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી.
5/5
મોરબી જિલ્લામાં ખુબ ગાજેલા સિંચાઈ કૌભાંડમાં મોટા નામ ખુલ્યા છે અને આજે પોલીસે કોંગ્રેસના હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આખરે સાંજે પરષોતમ સાબરિયાની ધરપકડ કરવામાં આવી છે જેમાં કૌભાંડ મુદ્દો વિધાનસભામાં ના ઉઠાવવા બદલ 40 લાખની માગણી સામે 35 લાખમાં સોદો નક્કી કર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.