હોસ્પિટલમાં તબીબે હરિબાપાની તબીયત સ્વસ્થ હોવાનું જણાવતા ઉમટેલા ગ્રામજનો, ભાવિકો પોતપોતાનાં ઘરે ચાલ્યા ગયા. સાંજે ૭.૩૦ કલાકે નાટકીય ઢબે હરિબાપા ભાનમાં આવી ગયા અને ૧૦૮ મારફત ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડાયા.
2/5
જામનગર: જામવણથલી ગામે 77 વર્ષીય વૃદ્ધ હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ આગાહી કરી હતી કે, 24મી એપ્રિલે પાંચ વાગ્યે મને ભગવાન શ્રીકૃષ્ણ લેવા આવી રહ્યા છે. આ વાત પછી મોટી સંખ્યામાં આસપાસના ગામથી લોકો દોડી આવ્યા હતા. જોકે, તેમની આગાહી સાચી પડી નહોતી. હરિબાપાએ 5 વાગ્યાથી આંખો બંધ કરી દીધી હતી. પરંતુ અંતે 7 વાગે તેને એકાએક આંખો ખોલી નાંખી હતી.
3/5
આ સમયે હરિબાપા બોલ્યા કે હરિએ મને પરમધામ દેખાડ્યું , જ્યાં સુર્ય-ચંદ્ર જેવું કંઇ છે જ નહીં. તેમણે ભાનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, મને એટેક આવી ગયો ને મને હરિ લેવા નથી આવ્યા. હવે આપણે ખોટા પડી ગયા બીજું શું. બીજું શું કઉં. હરિબાપાની આ આગાહી પછી હરિને બદલે પોલીસ લેવા આવી. મેડિકલની ટીમે ચેકઅપ કર્યું તેઓ સ્વસ્થ હતા. ત્યારબાદ તેમને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા.
4/5
ગઇકાલથી સૌરાષ્ટ્રભરના દરેક ગામના લોકોમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આગાહી પછી દેહત્યાગ ન થતા સૌરાષ્ટ્રભરના લોકોમાં અંધશ્રધ્ધા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હરિબાપાએ પોતાને હરિ પ્લેનમાં લેવા આવવાના છે તેવો દાવો કર્યો હતો. પરંતુ તે દાવો પોકળ નીવડ્યો છે.
5/5
પાંચ વાગ્યે પોતાને ભગવાન લેવા આવવાનો સમય આપ્યો હતો. પરંતુ હરિબાપાને હરિ ન આવ્યા લેવા. જેને લઇને ગ્રામજનો સહિત ઉમટી પડેલા લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. છેલ્લી 10 મિનિટ બાકી હતી ત્યારે હરિબાપાએ પોતાની આંખો બંધ કરી દીધી હતી.