આ અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હું મારા કામથી બહાર જતો હતો ત્યારે અચાનક ભાજપના કાર્યકરો સામે મળ્યાં હતાં જેથી મેં ખેલદિલી દાખવી ભાજપનાં ઉમેદવારોને મળ્યો હતો અને બેસ્ટ ઓફ લક પણ કીધું હતું. આ દરમિયાન એક મહિલા ભાજપ કાર્યકરે મને ખેસ પહેરાવી ફોટો પાડી લીધો હતો. મેં તરત એ ખેસ પરત કરી આ પ્રકારની ખોટી પ્રવૃત્તિથી દુર રહેવા જણાવ્યું હતું.
2/5
મોરબીઃ પાસના કન્વીનર મનોજ પનારા મોરબીમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પ્રચારમાં ફરતા હતા. હજુ 15 દિવસ પહેલાં જ હાર્દિકના સમર્થનમાં ભાજપને બેફામ ગાળો ભાંડતા મનોજ પનારાને એવી તે કેવી બુદ્ધિ સુજી કે ભાજપના પ્રચારમાં ફરવા લાગ્યા. મનોજ પનારા ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરતો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાસ અને ભાજપ બન્નેમાં વ્હોટ્સએપ ગૃપોમાં મનોજે પહેરેલો કેસરિયો ખેસ ચર્ચાનો વિષય બન્યો છે.
3/5
હાલ મોરબીમાં પેટા ચૂંટણીમાં અમે વોર્ડ વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા તે દરમિયાન પાસ કન્વીનર મનોજ અમારી સાથે આવી પ્રચાર કરવા લાગ્યા હતાં. અમારી સાથે ફરે તો અમે ના પાડી શકીએ નહીં તેમ જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારાએ જણાવ્યું હતું.
4/5
એક તરફ હાર્દિક પટેલ ભાજપ સરકાર વિરુદ્ધ ઉપવાસ આંદોલન કરતો હોય છે ત્યારે બીજી તરફ મોરબીના પાસ કન્વીનર ભાજપના નેતા સાથે ફોટો પડવાતાં શું ભાજપમાં ભળી ગયા કે શું તેવા તર્ક-વિતર્ક સર્જાયા હતા.
5/5
મોરબીમાં હાલ પાલિકાની પેટા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસ-ભાજપ ચૂંટણી પ્રચાર માટે વ્યસ્ત છે. મોરબીમાં એક ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. મોરબીની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે તેના ફેસબુક એકાઉન્ટ પર મોરબી પાસ કન્વીનરનાં ફોટો વાયરલ કરતા રાજકીય માહોલમાં ગરમાયો જોવા મળ્યો છે.