મોડા આવેલા શત્રુધ્નસિંહાએ સરકાર પર કરારો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારે આવવાનું હતું એટલા માટે ફ્લાઈટ દોઢ કલાક મોડી કરાઈ હતી. સમય કરતા કાર્યક્રમ મોડો શરૂ થતાં લોકો કંટાળીને જતાં રહ્યાં હતાં.
3/5
યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે, સરકારમાં માત્ર પીએમઓનું જ ચાલે છે. અમુક નિર્ણયોની મંત્રીઓને પણ ખબર નથી હોતી.
4/5
જોકે સભા 4 વાગ્યે શરૂ થવાના બદલે 3 કલાક મોડી શરૂ થઈ હતી. સભાને સંબોધિત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે, પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. ખેડૂતોના પુત્રો બેકાર છે ત્યારે આવા શાસનકર્તા સાથે પાટીદાર સમાજ નથી.
5/5
જૂનાગઢઃ 182 મિટર ઊંચી પ્રતિમા તો બનાવી પરંતુ સરદાર પટેલના સ્વપ્નનું ભારત ન બન્યું તેનું મને દુ:ખ છે તેમ સરકાર પર નિશાન તાકતા પાસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. જૂનાગઢ નજીકના વંથલી ગામે આવેલ મેંગો માર્કેટ ખાતે ખેડૂત સત્યાગ્રહ નામે હાર્દિક પટેલની સભા યોજાઈ હતી.