આ ઉપરાંત પાસના હાર્દિક પટેલ, વી.કે. પટેલ, ભરત પટેલ, હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપીએ સૂત્રોચ્ચાર અંગે કોઇ સૂચના નહીં આપ્યાનું જણાવ્યું હતું પણ પાસના કાર્યકરોએ આવી સૂચના મળી હોવાનું જણાવ્યું હતું પણ પાટીદારોએ તેની અવગણના કરી હતી.
2/4
પદયાત્રાને લઇ એ ડિવિઝન પોલીસ મથકમાં પાસના કાર્યકરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પદયાત્રા દરમિયાન કોઇના વિરોધી સૂત્રોચાર ન કરવા પોલીસે સૂચના આપી હતી. બેઠકમાં ડીવાયએસપી જે.ટી.સોનારા સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
3/4
પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનોને પોલીસે આપી હતી પણ તેની અવગણના કરીને પદયાત્રામાં જય સરદાર જય પાટીદાર અને જય જવાન જય કિસાનના નારા લગાવીને પાટીદારોએ પોલીસની સૂચનાની ઐસીતૈસી કરીને પોતાના મિજાજનો પરચો આપ્યો હતો.
4/4
પાટણઃ આમરણાંત ઉપવાસ પર ઉતરનારા હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા આજે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.