શોધખોળ કરો
‘પટેલ પાવર’: ગુજરાતમાં યોજાશે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’
1/5

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 5, 6, 7 જાન્યુઆરી 2018માં મહાત્મા મંદિર ખાતે યોજાશે. ત્યારબાદ વર્ષ 2020, 2022, 2024 અને 2026માં પણ આ જ રીતની સમિટ યોજાશે. આમ 10 વર્ષના સમિટના સમય ગાળા દરમિયાન સમાજના નિર્માણથી લઇ રાષ્ટ્ર નિર્માણ સુધી લઇ જવાનો ટોર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વધુને વધુ યુવાનોને રોજગારી મળે અને નવા ઉદ્યોગ સાહસિકો ઊભા થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
2/5

10 હજાર ઉદ્યોગપતિઓને એકત્ર કરી ત્રણ મહત્વ હેતુઓ માટે અમે કામ કરી રહ્યાં છે. જેમાં પ્રથમ નાના-મધ્યમ ઉદ્યોગોનું આંતરિક અને વૈશ્વિકરણ, બીજું નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા અને ત્રીજો મુદ્દો શિક્ષિક યુવાનોનો સનમાન સાથે રોજગારી પૂરી પાડવાનો છે એટલે સમાજની યુવા શક્તિને સર્વાગિ વિકાસ માટે અમે કામ કરી રહ્યાં છે. શિક્ષણ દ્વારા સમાજની એકતા દ્વારા સમાજને સમુદ્ધ દિશામાં લઇ જવાનો પ્રયાસ છે.
Published at : 02 Oct 2017 09:13 AM (IST)
View More























