પદયાત્રાના પ્રારંભે શાંતિદૂત સફેદ કબૂતર ઉડાડવામાં આવ્યાં હતાં. આ પદયાત્રા સાંજે 5-30 વાગે ઊંઝા પહોંચશે. જ્યાં મા ઉમા ખોડલના ચરણોમાં પદયાત્રીઓ વતી હૂંડી મૂકવામાં આવશે. બપોરે 12-30 વાગે બાલિસણા ગામે ભોજન વિરામ લેશે. રસ્તામાં વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરાશે.
2/4
આ યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનોને પોલીસે આપી હતી. સવારે 8 વાગે પાટણના મોતીશા દરવાજા સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે મા ઉમા ખોડલની મહાઆરતી બાદ પદયાત્રાનો આરંભ થયો હતો.
3/4
આ પદયાત્રામાં હજારો પાટીદારો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના 10 ધારાસભ્યો અને ઉત્તર ગુજરાતના 15 હજારથી વધુ પાટીદારો પદયાત્રામાં જોડાયા હોવાનો દાવો પાસ સમિતિએ કર્યો છે. આ પદયાત્રામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો પણ હાજરી આપવાના હોઇ આઇબી અને પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું છે.
4/4
પાટણઃ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે હાર્દિક પટેલના સમર્થક પાટીદારો ફરી એકવાર મેદાનમાં આવી ગયા છે. આમરણાંત ઉપવાસ પર ઉતરનારા હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા આજે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રાનું આયોજન કરાયું છે.