શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ડૉ. મહેતા કિડનેપઃ આરોપી કલ્પેશના મોબાઇલમાંથી મળ્યા યુવતીઓના નંબર, સેક્સ રેકેટની શંકા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/01090245/untitled-1_1472494482.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![અમદાવાદ: પાટણની ધારપુર મેડિકલ કોલેજના પ્રોફેસરના ચકચારી અપહરણ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ડોક્ટર મહેતાના અપહરણમાં સંડોવાયેલા આરોપી કલ્પેશ અને તેની બંગાળી પત્ની અંગે કેટલીય નવી નવી વિગતો બહાર આવી રહી છે. કલ્પેશ પટેલની બે પત્નીઓના મોત થઈ ગયા છે, જ્યારે તેણે ત્રીજીવાર આ બંગાળી યુવતી સાથે નિકાહ કરેલા છે. જે પણ આ અપહરણમાં સંડોવાયેલી છે. આગળ વાંચોઃ પોલીસને કેમ છે કલ્પેશ સેક્સ રેકેટ ચલાવતો હોવાની શંકા?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/01090245/untitled-1_1472494482.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: પાટણની ધારપુર મેડિકલ કોલેજના પ્રોફેસરના ચકચારી અપહરણ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ડોક્ટર મહેતાના અપહરણમાં સંડોવાયેલા આરોપી કલ્પેશ અને તેની બંગાળી પત્ની અંગે કેટલીય નવી નવી વિગતો બહાર આવી રહી છે. કલ્પેશ પટેલની બે પત્નીઓના મોત થઈ ગયા છે, જ્યારે તેણે ત્રીજીવાર આ બંગાળી યુવતી સાથે નિકાહ કરેલા છે. જે પણ આ અપહરણમાં સંડોવાયેલી છે. આગળ વાંચોઃ પોલીસને કેમ છે કલ્પેશ સેક્સ રેકેટ ચલાવતો હોવાની શંકા?
2/4
![પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કલ્પેશ પટેલ મૂળ પશ્ચિમ બંગાળની યુવતી મારિયાને લાવીને તેની સાથે નિકાહ કર્યા હતા. કલ્પેશના ફોનમાંથી પોલીસને અનેક યુવતીઓના ફોટા તેમજ અનેક નંબર પણ મળી આવ્યા છે. જેના કારણે બહારના રાજ્યોમાં અને ગુજરાતમાં રહેતી સેક્સવર્કર સાથે કોન્ટેકમાં રહી અને સેક્સ રેકેટ ચલાવતો હોવાની પોલીસને શંકા છે. હાલમાં પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/01090243/tgh5_1472494520.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કલ્પેશ પટેલ મૂળ પશ્ચિમ બંગાળની યુવતી મારિયાને લાવીને તેની સાથે નિકાહ કર્યા હતા. કલ્પેશના ફોનમાંથી પોલીસને અનેક યુવતીઓના ફોટા તેમજ અનેક નંબર પણ મળી આવ્યા છે. જેના કારણે બહારના રાજ્યોમાં અને ગુજરાતમાં રહેતી સેક્સવર્કર સાથે કોન્ટેકમાં રહી અને સેક્સ રેકેટ ચલાવતો હોવાની પોલીસને શંકા છે. હાલમાં પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
3/4
![પોલીસ તપાસમાં કલ્પેશ પટેલના મહેસાણા સ્થિત ઘરમાં અનેક યુવતીઓની અવરજવર હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, કલ્પેશ અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. પહેલી પત્નીએ આપઘાત કરી લીધો હતો, જ્યારે બીજી પત્નીની હત્યા કરાયેલી વિકૃત લાશ મળી આવી છે. તેની હત્યા કલ્પેશે જ કરી હોવાની પોલીસને શંકા છે. જ્યારે તેણે ત્રીજીવાર બંગાળી યુવતી મારિયા સાથે નિકાહ કરેલા છે. જે ડોક્ટર મહેતા અપહરણ કેસની માસ્ટર માઇન્ડ છે અને તેની પણ ધરપકડ કરાતા હાલ જેલમાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/01090242/new_1472494527.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસ તપાસમાં કલ્પેશ પટેલના મહેસાણા સ્થિત ઘરમાં અનેક યુવતીઓની અવરજવર હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, કલ્પેશ અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. પહેલી પત્નીએ આપઘાત કરી લીધો હતો, જ્યારે બીજી પત્નીની હત્યા કરાયેલી વિકૃત લાશ મળી આવી છે. તેની હત્યા કલ્પેશે જ કરી હોવાની પોલીસને શંકા છે. જ્યારે તેણે ત્રીજીવાર બંગાળી યુવતી મારિયા સાથે નિકાહ કરેલા છે. જે ડોક્ટર મહેતા અપહરણ કેસની માસ્ટર માઇન્ડ છે અને તેની પણ ધરપકડ કરાતા હાલ જેલમાં છે.
4/4
![કલ્પેશ પટેલે પહેલી પત્ની અમી સાથે સાથે પ્રેમલગ્ન પ્રેમલગ્ન કર્યા પછી અમીના પરિવારના ત્રાસથી બચવા પોલીસની મદદ માગ્યા પછી શરૂ થયેલી હેરાનગતિના મામલે મુખ્યપ્રધાનના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી ન્યાય અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવાની અને જો મુખ્યપ્રધાન કોઇ નિર્ણય નહીં લે તો અન્ન જળ છોડી દઇ સચિવાલયમાં જ પ્રાણ ત્યાગ કરવાની ચીમકી આપી હતી. તેણે પોતાનું એન્કાઉન્ટર થશે, તેવી પણ ભીતિ વ્યક્ત કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/01090238/fgktg5_1472494511.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કલ્પેશ પટેલે પહેલી પત્ની અમી સાથે સાથે પ્રેમલગ્ન પ્રેમલગ્ન કર્યા પછી અમીના પરિવારના ત્રાસથી બચવા પોલીસની મદદ માગ્યા પછી શરૂ થયેલી હેરાનગતિના મામલે મુખ્યપ્રધાનના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી ન્યાય અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવાની અને જો મુખ્યપ્રધાન કોઇ નિર્ણય નહીં લે તો અન્ન જળ છોડી દઇ સચિવાલયમાં જ પ્રાણ ત્યાગ કરવાની ચીમકી આપી હતી. તેણે પોતાનું એન્કાઉન્ટર થશે, તેવી પણ ભીતિ વ્યક્ત કરી હતી.
Published at : 01 Sep 2016 09:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion