અમદાવાદ શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે મેઘરાજાનું આગમન થયુ હતું. શહેરના પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બે દિવસના વિરામ બાદ વરસાદ પડતાં વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.
2/4
રાજ્યભરમાં ક્યાંક તડકો છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છે. મહેસાણા, પાટણ, જેતપુર, મહિસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. પાટણના સિદ્ધપુર અને રાધનપુરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.
3/4
મહેસાણાના ગોપી નાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અનેક દિવસોના વિરામ બાદ મહેસાણા જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
4/4
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે. રાજ્યના અનેક જિલ્લામાં છુટોછવાયો વરસાદી પડી રહ્યો છે. મહેસાણામાં દિવસભરના વાદળછાયા વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં મહેસાણા અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા.