પીએસઆઈ ભાટીએ તરત ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આ યુવક સામે બળાત્કાર ઇપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ઘટનાની વધુ તપાસ કરવા કચ્છના ગઢશીશા પોલીસને વિગતો મોકલી આપી છે. 3 સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં ભાજપના મહિલા સભ્ય 3 સપ્ટેમ્બરે ગણપતિ ઉત્સવના દિવસે ઘરે એકલા હતા. રાત્રે 10.30 કલાકે તે ઘરના પાછળના ફળિયામાં પેશાબ કરવા ગયાં ત્યારે ભૂપેન્દ્ર દિવાલ કૂદીને ત્યાં આવી પહોંચ્યો હતો.
2/4
ભુજઃ માંડવી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલાં ભાજપનાં મહિલા સભ્ય પર બળાત્કાર ગુજારવાની ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આ ઘટનામાં બળાત્કારના આરોપ હેઠળ ભૂપેન્દ્ર જસરાજ સુરાણીની ધરપકડ કરી છે. બળાત્કારનો ભોગ બનેલી યુવતી પોતાના પિયર છોટા ઉદેપુર જિલ્લાના એક ગામમાં રહે છે. સોમવારે સવારે આ યુવતી પોતાના ભાઈને લઈને પાવી જેતપુર પોલીસ સ્ટેશન ગઈ હતી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
3/4
ભૂપેન્દ્રે મહિલાને પાછળથી પકડીને નીચે પાડ્યાં હતાં અને પછી મોં દબાવીને તેમના પર બળાત્કાર ગુજારી ભાગી ગયો હતો. મહિલાએ મદદ માટે બૂમાબૂમ કરી હતી પણ ગણપતિ ઉત્સવના ઘોંઘાટમાં તેમનો અવાજ કોઈએ સાંભળ્યો નહોતો. ડરી ગયેલા મહિલા સભ્યે ચાર દિવસ સુધી પતિને જાણ કરી નહોતી. પછી પતિને વાત કરતાં તેણે ઉશ્કેરાઇને પત્નીને માર માર્યો હતો. પછી ગામના આગેવાનોને જાણ કરતાં યુવકની પૂછપરછ કરાઈ હતી. તેમાં યુવકે બળાત્કાર કર્યો હોવાની કબૂલાત કરી હતી.
4/4
યુવકે પોતાની ભૂલ થઈ ગઈ હોવાનું જણાવીને સમાધાન કરવાની ઓફર કરી હતી. એ પછી કોઈ પગલાં ના લેવાતાં ગામમાં એવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે, ભાજપના કેટલાક નેતાઓએ સમાધાનના નામે તોડ કરી લીધો છે.